________________ પડિલેહણ કરવાનું છે. પ્રતિક્રમણમાં ધ્યાન કેવી રીતે? સૂત્ર અસ્મલિત ચાલે સાથે સાથે તેના અર્થનો બોધ થતો જાય. ઉત્કૃષ્ટથી સૂત્ર 12 વર્ષ ભણવાના પછી ૧ર વર્ષઅર્થ ભણવાના અર્થનો ઉપયોગ લાવવો ન પડે, સહજ આવી જાય. પ્રથમ સૂત્ર પરિસિ કેમ? સૂત્ર સ્વાધ્યાયમાં સૂત્રો ગોખવાના હોય છે. માટે આના સ્વાધ્યાયમાં શકિત વધારે જોઈએ. સવારનું વાતાવરણ શીતળ હોય મગજ શ્રમિત ન હોય માટે તે વાતાવરણમાં સૂત્ર તરત યાદ રહી જાય. સૂત્રો ગોખવામાં મગજને શ્રમ વધુ પડે પણ રાત્રે મગજને પૂરતો આરામ મળી ગયો હોવાથી સવારના ગોખવાથી તરત યાદ રહી જાય છે અને એકાગ્રતાથી ગોખી શકાય છે માટે પ્રથમ સૂત્ર પરિસિ કહી. સૂત્ર એ પરમાત્માનો અક્ષર દેહ છે. પરમાત્માના મુખારવિંદમાંથી નીકળેલા છે. ગણધરો રચિત સૂત્રો મંત્રાક્ષરો સ્વરૂપ છે. જેમ ધ્યાનમાં પ્રતિમાનો આકાર પકડીએ છીએ તેમ નમો અરિહંતાણમાંન...મો... આદિ અક્ષરના આકારને પકડીને તેનું ધ્યાન કરવાનું છે. તે વખતે આત્મા અપૂર્વ નિર્જરા કરે. કેમ કે સૂત્ર બોલતાં અપૂર્વ બહુમાન પ્રગટે. નવકાર આત્મામાં અર્થથી ભાવિત બને તો તે આત્મામાં સ્થાપના કરવાનું સૂત્ર છે. નવકાર બોલતા આત્મા આત્મામાં સ્થિર થઈ જાય.'ન' એનિષેધ સૂત્ર છે. હું માત્ર આત્મા છું સિવાય બીજું કાંઈ જ નથી એ રીતે સૂત્રમાં ઉપયોગ ભળી જાય તો તે આત્મસાત્ થઈ જાય. a સૂત્રો ક્યાં સુધી ગોખવાના? તે તે જ્ઞાનના ઉપયોગમાં રમતો ન થાય ત્યાં સુધી સૂત્રો ગોખવાના છે. કારણ એક સમયમાં ત્રણ કાળમાં લોકાલોકમાં રહેલા સર્વ ભાવોને-સર્વ પદાર્થોને દ્રવ્ય–ગુણ–પર્યાયથી જાણવાનો આત્માનો સ્વભાવ છે. તેને જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી તે પ્રમાદમાં છે. તે પ્રમાદને દૂર કરવાનો છે. માટે પરમાત્માની આજ્ઞા ભણવાની છે. દેવ, નરકમાં આ પ્રમાદ દૂર થઈ શકતો જ્ઞાનસાર-૩ || 126