________________ પખંડનું રાજ્ય પણ છોડીને આવે પણ જે આત્માને તત્વજિજ્ઞાસા હશે અને તેને મેળવવા માટે જે કુશળ હશે અને તેના માટે જે અપમાનો પણ સહી શકશે તો મેળવી શકશે, નહિતર બહારનું જ મેળવવા ગુરુ પાસે રહીને ગુરુની આજ્ઞાનું પાલન કરશે. બહારથી ગુરુને વહાલા બનશે અને અંદરનો ભાવ કંઈક જુદો જ હશે ગાથા: જ્ઞાનાચારાદયોડપીષ્ઠા, શુદ્ધસ્વરૂપદાવધિ, નિર્વિકલ્પ પુનત્યાગે, ન વિકલ્પો ન વા કિયા / દા ગાથાર્થ જ્ઞાનાચારાદિ પણ પોતપોતાના શુધ્ધપદની મર્યાદા સુધી ઈષ્ટ છે, સેવન કરવા જોઈએ. નિર્વિકલ્પ ત્યાગની અવસ્થામાં વિકલ્પો નથી અને ક્રિયા પણ નથી. ' હવે જ્ઞાનાચાર રૂપ પાંચ આચારોની વાત કરે છે. ઔદયિક ભાવને ત્યાગી, ક્ષયોપશમ ભાવને અપનાવી અને પછી પૂર્ણતા પામવા માટે તેને પણ ત્યાગી સાયિકભાવમાં સ્થિર થવાનું છે. જ્ઞાનાચારાદિક્રિયા પણ પછીથી છોડી દેવાની છે. પણ વર્તમાનમાં પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ રૂપ આચારોનું પાલન શા માટે? ૭મા ગુણઠાણા સુધી વ્યવહાર ધર્મની પ્રધાનતા છે કારણ આત્મા પરમાં રહ્યો છે તે પરથી મુકત થવા માટે આ વ્યવહાર ધર્મનું પાલન છે. - જ્ઞાનના ઉપયોગમાં સદા કાળ રહેવાનું છે. કારણ જ્ઞાન એ આત્માનું લક્ષણ છે. જ્ઞાન કાળે જ ભણાય, અકાળે ન ભણાય.૪ કાળ સજઝાયના અને 4 કાળ અસક્ઝાયનાં છે. અસજઝાયકાળમાં આગમની ગાથાઓ ન ભણાય. અસક્ઝાયકાળમાં જીવે ધ્યાન કરાવનું છે. સવારે સૂર્યોદય પહેલાં 2 ઘડી, સાંજે સૂર્યાસ્ત પછી 2 ઘડી અને બપોરના અને રાતના મધ્યાહ્નકાળ– 24 મીનીટ પહેલા અને 24 મીનીટ પછી અસજઝાયકાળ ગણવાનો છે. પ્રતિક્રમણનો વિધિ ધ્યાનરૂપ જ છે. સૂર્યોદય પહેલા પ્રતિક્રમણ જ્ઞાનસાર-૩ || 125