________________ જવાની આજ્ઞા કરે તો સહર્ષ સ્વીકારે પણ જવાનો ભાવ ન હોય. જેવું કાર્યપતે કે તરત જ ગુરુ ચરણમાં પાછા આવી જાય તો તે વખતે પણ ગુરુ તમારી સાથે જ છે. ગુરુથી દૂર ગયા તો પણ જો સ્વાર્થ વિના ગુરુનો વાસ હૃદયમાં છે તો ગુણોનો વાસ છે. ગુરુથી દૂર રહેવાની વિનંતિ આવે તો ગુરુ બે રીતે જવાબ આપશે. માનશે એમ લાગે તો કહેશે મારી આજ્ઞા છે. પ્રસંગે પૂર્ણ થયે જલદીથી આવી જશો. નહીં માને એમ લાગે તો કહેશે તમારી અનુકૂળતા પ્રમાણે કરો. ગુરુકુળવાસના સેવનથી જ્ઞાનાવરણીયનો સતત નાશ થાય.ગુણ પ્રત્યે અને ગુરુ પ્રત્યેના અહોભાવના કારણે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય અને જ્ઞાન આત્મામાં પરિણમન પામે તે માટે રહેવાનું છે. કદાચ ગુરુ ન પણ ભણાવી શકે તો પણ ગુરુ પ્રત્યે ઉગ ન થાય. ગુરુકુળવાસમાં ગુરુને સતત શિષ્યોની કાળજી હોય. સ્વાધ્યાય પરાવર્તન કરવાની વૃત્તિ હોવી જોઈએ. આત્મસાત્ એવું કરે કે ગુરુ પ્રસન્ન થઈને વધારે આપે. શિષ્ય નવરો બેસે જ નહીં. જ્ઞાનનો ભાગી બને. તેના ફળ સ્વરૂપે સમ્યગદર્શન નિર્મળ થાય કારણ કે તેનો આધાર જ્ઞાન છે. એક તત્ત્વથી બીજું તત્ત્વ સમજાય. 1-1 તત્ત્વથી અપૂર્વ શ્રધ્ધા વધતી જાય અને શ્રધ્ધાથી ચારિત્ર સારી રીતે પાળી શકે. અપવાદોનું સેવન કરવા જલદીથી તૈયાર ન થાય.જેમ જેમ સમ્યગદર્શન નિર્મળ થતું જાય તેમ તેમ ચારિત્રની દઢતા આવે, પરિષહ-ઉપસર્ગને સહન કરે. ભણી ગણીને તૈયાર થાય.૧–રશિષ્ય થઈ જાય પછી ગુરુ કંઈ કહે તો નગમ ગુરુથી છૂટા પડવાનું મન થાય. આત્મકલ્યાણ કરવા માટે આવ્યો છું એ બરોબર ખ્યાલમાં હોય તો જુદા પડવાનું મન ન થાય. ગુરુને શિષ્યોના કારણે છોડ્યા તો તે જ શિષ્યો દ્વારા વધારે અપમાન થશે. એના કરતાં ગુરુ દ્વારા થતું અપમાન સહન કરવું સારું. મોહબધે જ નડે છે સાધનાને ખતમ કરી દે છે પાછા વળવામાં પણ માન કષાય નડે છે. જ્ઞાની ભગવંતોએ મુમુક્ષુ આત્માઓ માટે જબધું કહ્યું છે. તું હવેચેતી જા. જ્ઞાનસાર-૩ || 124