________________ પણ ત્યાગ કરી દેવાનો છે. આપણે જ્યારે સાધના કરીએ છીએ ત્યારે આપણને સાધના–સાધ્યનો બરાબર ખ્યાલ આવવો જરૂરી છે. દા.ત. ગુરુ પણ સાધન છે, આગમ પણ સાધન છે. મોહને જીતવાનો છે આ વાતનો જો બરાબર ખ્યાલ આવે તો સાધકકદી પણ સાધનામાં અટવાય નહીં. ગુરુનો સંબંધ પણ સંયોગ સંબંધ છે. તાદાભ્ય સંબંધ નથી. એટલે ગમે ત્યારે તો છૂટી જ જવાનો છે. મોટા ભાગે જીવો સાધનામાં અટકી પડે છે. શિષ્ય જો ગુરુને સમર્પિત થાય તો ગુરુ પોતાની પાસે હોય તેનાથી અધિક શિષ્યને આપી દે. દા.ત. મૃગાવતી-ચંદનબાળા, મહાવીર પ્રભુ–ગૌતમસ્વામી, માસતુષ મુનિ વિગેરે. મૃગાવતીજી ચંદનબાળાના શિષ્યા હતા પણ સંસારી પક્ષે માસી હતા. ચંદનબાળાને પોતાની પાસે ખૂબ સારી રીતે રાખ્યા હતા. રાજરાણી હતાં, છતાં ક્યારેય તેમના પર માન સવાર થયો ન હતો. ગુણી તરીકે તેમના હૃદયમાં બહુમાન હતું. ગુરુણીને તેઓ દુઃખી જોઈ શકતા ન હતા. આથી જ જ્યારે વિરપ્રભુના સમવસરણમાં સૂર્ય-ચંદ્ર મૂળ સ્વરૂપે આવ્યા ત્યારે પોતાને રાત પડી ગઈ તેનો ઉપયોગ ન રહેતા ગુરુણીએ તેમને કહ્યું: હે કુલીન આર્યા! તમને મોડું આવવું ન શોભે ત્યારે તેમણે દલીલ ન કરી કે સૂર્ય ચંદ્ર અહીં હતા. તેમના પ્રકાશમાં ખબર ન પડી. પણ તેમને ભારે પશ્ચાતાપ થયો કે મેં મારા ગુરુણીને દુઃખી કર્યા. આમ તેમણે સતત માનને તોડી ગુરુણી ઉપર બહુમાનભાવ કેળવ્યો હતો. આથી ચંદનબાળા કરતાં તેમને કેવલજ્ઞાન પહેલા થયું. ગુરુને પણ કેવલજ્ઞાનમાં નિમિત્ત બન્યા. માસતુષ મુનિએ 12 વર્ષ સુધી મારુષ–માતુષની સાધના કરી. આ મંત્રને ગોખતાં ગોખતાં પણ તેને ભૂલી જતાં માસતુષ શબ્દ રહી ગયો. પણ તેનો અર્થ જાણતા હતા તેથી તેના પરિભાવનમાં રહ્યાં. ઘણાએ તેમની મશ્કરી કરી. આટલું ય યાદ નથી રહેતું? છતાં જરા પણ ગુસ્સો ન કરતાં. ગુરુએ જ્ઞાનસાર–૩ // 122