________________ આત્માની અંદર લોકાલોકમાં પ્રકાશ કરનાર એવો કેવલજ્ઞાન રૂપી સૂર્ય ઝળહળી રહ્યો છે. મારે શું અંધકારમાં અથડાવાનું? ના, હવે મારે કેવલજ્ઞાનને પ્રગટ કરવા પુરુષાર્થ શરૂ કરી દેવાનો છે. સાહસ–શૌર્ય પ્રગટાવવાનું છે. મતિ–શ્રુતજ્ઞાન એ કેવલજ્ઞાનરૂપ સૂર્યની પ્રભા છે. તે પ્રભાનો ઉદય આત્મામાં વર્તશે તો અવશ્ય કેવલજ્ઞાન પ્રગટવાનું જ છે. તે પ્રગટવામાં મોહરાજા વિક્ષેપ કરે છે. મોહરાજા ઉંદરની જેમ મીઠી ફૂંક મારતો જાય ને આત્માના ગુણોને ખોતરતો જાય છે. આત્મા દ્રવ્યની રક્ષાનો ભાવ આવે એટલે મોહને અવશ્ય હટવું જ પડે. મોહરાજાને હટાવવા જ પરમાત્માના કલ્યાણકની આરાધના ઉજવણી કરવાની છે. જન્મ કલ્યાણક એ સ્વ અને પરને માટે સુખનું કારણ છે. જન્મમરણના સદા માટે તાળા. દુઃખનું કારણ જન્મ છે. જગતના જીવોને પરમાત્મા અજન્મા બનવાની સાધના બતાવે છે. તે માટે ષકાય જીવોની રક્ષા જરૂરી. આપણે પણ તેઓનું અવલંબન લઈ તેમના જેવું બનવાનું છે. પૂર્ણ જયણા માટે સાધુપણું નહિતર શ્રાવકપણું સ્વીકારવાનું છે. ક્રોડ ભવ મનુષ્યના પસાર થાય અને સાધુપણાની પ્રાપ્તિ થાય તો પણ હું આત્મા છું અને શરીરથી ભિન્ન છું એવો વિવેક પ્રાપ્ત થવો દુર્લભ છે. (જ્ઞાનસાર) સ્વ અને પર–અભિનતાનું ભાન થાય તો આખા સંસારથી ભિન્ન થઈ જવાય. દેહ એ જ આત્મા. આ ભ્રાંતિ જ જીવને સંસારમાં રખડાવે છે. દેહ જો ભિન્ન છે તો બીજું બધું તો ભિન્ન છે જ. શરીરમાં આત્મ બુધ્ધિ આવે તો તેને પખંડની જરૂર પડે છે. એ ભ્રાંતિ તૂટે પછી એકે ય વસ્તુની જરૂર નહીં. આ ભ્રાંતિ ગુરુના પ્રભાવે તૂટે. ભ્રાંતિ તૂટે પછી તો ષખંડ છોડવા ય સહેલા થઈ જાય છે. કેવલીને શરીર બળે તો પણ કાંઈ વિશેષતા નથી. જ્ઞાતાભાવે જોઈ રહે છે. તેમાં હર્ષ-શોકઆદિ કોઈ લાગણીઓ ભળતી નથી. કેમ કે જાણે છે કે જે જ્ઞાનસાર–૩ || 120