________________ પર છે તે બળે છે, મારું છે તેને કોઈ બાળી ન શકે. જ્યારે આત્માની સંપત્તિને તેનું અર્થીપણું દેખાશે ત્યારે એ શરીરને જેટલું આત્મગુણોમાં સહાયક બને તેટલું જ આપશે. બાધક બને તેવું સ્વાદ માટે ન ખાય. શરીરને શાતા નહીં પણ સમાધિ રહે તે રીતે ઉપયોગપૂર્વક આરાધના કરવાની છે. સમાધિ ન રહે ને આર્તધ્યાનનું કારણ બને તો વિવેક રહિત થાય. માટે બધું જ વિવેકપૂર્વક કરવાનું છે. સમાધિન રહે તો તે તપ પણ કર્મબંધનું કારણ બને છે. ગુરુની આજ્ઞા બહાર કરે એ શિષ્ય અસમાધિમાં જ છે. પોતાને જે ભાવ થાયતે ગુરુ પાસે વ્યકત કરે અને પછી ગુરુજે પ્રમાણે કહે તે પ્રમાણે કરે. ગુરુનું વચન એ જ મહામંત્ર સ્વરૂપ છે. ગુરુની વાતમાં નિર્વિકલ્પ બને તો તપસહજ બને. નહિતર તપને ભાંગે છે. માટે ગુરુ પ્રત્યે અપૂર્વ શ્રધ્ધા અને સમર્પણ જોઈશે. પોતાની બુધ્ધિ અને શક્તિ પર મોહ હોય તો શિષ્ય આગળ વધી શકતો નથી. આથી શિષ્ય આગળ વધવા માટે બુધ્ધિને ઘરે મૂકીને આવવું. જો ગુરુની વાતમાં વિકલ્પો હટયા તો મિથ્યાત્વના પડળો ખસી જાય તેને આનંદ પ્રવર્તે કે ગુરુએ મારા પર કેવી કૃપા કરી તેમના ગુણો પર બહુમાન થાય અને સ્વમાં રહેલું ગુરુપણું પ્રગટ થાય. હૃદયમાં ભવનો ભય હોય તો બચવા માટે દેવગુરુને શરણે જવાય. પ્રભુ પાસે માંગણી કરવાની કે હું સંસારમાં ક્યાંય ભટકું નહીં માટે મને સદગુરુનો યોગ કરાવી અને આ ભવમાં અખંડ રીતે તેમના વચનની સેવા કરું એવી મને શકિત આપ. શિષ્ય પોતાનું વ્યકિતત્વ ગુરુમાં સમર્પણ કરી દે તો આત્માની અનુભૂતિ કરી શકે છે. ગુરુ ભલે શિષ્યને છોડે પણ શિષ્ય કદી પણ ગુરુને ન છોડે. એકલવ્યને ગુરુએ ન ભણાવ્યો તો પણ ગુરુની પ્રતિમા બનાવી તેની સાક્ષીએ ધનુર્ધારિ બન્યો. આત્માનો જ્યારે ક્ષાયોપથમિક ભાવ ક્ષાયિક બની જાય ત્યારે ગુરુનો જ્ઞાનસાર-૩ // 121