________________ જોઈએ. મુખ્ય ગુણ ગીતાર્થપણું હોવું જોઈએ. (9) છેદસૂત્રના જ્ઞાતા હોય ગમે તેવા પ્રસંગોમાં શિષ્યોની સમાધિ સાચવી શકે. અવસર આવે તો આચાર્ય–ઉપાધ્યાય પણ ગોચરી જાય. વેયાવચ્ચ પણ કરે. (10) નિર્મળ શીલને ધરનારા હોય. (11) ગ્લાનયાવૃત્યક હોય ? જરૂર પડયે શિષ્યની વૈયાવચ્ચ કરતાં અચકાય નહીં. ગ્રાહ્યતા એ આત્માનો સ્વભાવ નથી. તેથી પરને તે ઈચ્છનારો નથી. ગ્રાહ્યતા એ પુદ્ગલનો ગુણ છે. પુદ્ગલના સંગે રહી તે ગ્રહણ કરવાના સ્વભાવવાળો બની ગયો છે. પરને ગ્રહણ કર્યું છે, તેને છોડવું પડશે. કોઈની પાસે પૈસા ઉધાર લીધા હોય તો તેને પાછા આપવા જ પડે છે તેમ. આત્મા નિજગુણમાં રમણ કરવાના સ્વભાવવાળો છે. પુદ્ગલના સંગનો સંપૂર્ણ ત્યાગ એ જ મોક્ષ પછી તે સિદ્ધાત્મા છે પછી એ સદા સ્વમાં જ રમમાણ કરે છે. પોતાના આત્મવીર્યનું પરિણમન સદા માટે સ્વગુણોમાં ચાલુ જ છે. હવે આત્મા ગતિથી લોકાંતે સ્થિર થઈ ગયો. કેમકે અલોકમાં ગતિમાં સહાયક એવા ધર્માસ્તિકાયનો અભાવ છે. અધર્માસ્તિકાય લોકના અંત સુધી જ છે તેથી સિદ્ધના જીવો લોકાંતે સ્થિર થઈ જાય છે. તેમનું આલંબન જે પકડે તેઓ તે સ્વરૂપે બને છે. સિદ્ધો અરૂપી છે. તેનું ધ્યાન ધરતાં જીવો ભ્રમર-ઈલિકા ન્યાયે તે સ્વરૂપને પામે છે. રૂપ પર જે મોહ છે તેનાથી અલિપ્ત થવું પડે. રૂપ એ કચરો છે અસાર છે એવો નિર્ણય થઈ ગયા પછી તે રૂપને પકડતો નથી, જોઈને છોડી દે છે. કેમ કે પોતાના આત્માના અસ્તિત્વના પ્રકાશનું તેને ભાન થઈ ગયું છે. ત્યારે તેની નાભિમાંથી વાણી સરી પડે છે કે અનંતકાળમાં મેં જે પ્રાપ્ત કર્યું હતું તેહે ગુરુદેવ! આપની કૃપાથી મને પ્રાપ્ત થયું છે. મારા આત્માના સ્વભાવ અને સ્વરૂપનો પરિચય થયો છે. હું નાનો નથી, મોટો નથી. હું વર્ણ– ગંધ–રસ - સ્પર્શ - શબ્દવાળો નથી. હું તો નિરંજન - નિરાકાર છું. મારા જ્ઞાનસાર-૩ // 119