________________ ઉઠાડીને કમ્મપયડી જેવા ગ્રંથો ભણાવે. પોતાને પ્રવચન પર વાત્સલ્ય છે માટે આ પ્રવૃત્તિ કરે છે. જો તું આટલું નહીં કરે તો નહીં ભણે તો મારે આટલો ત્યાગ - એમ ભોગ આપવાની વૃત્તિ છે. તેના દ્વારા શિષ્યોને પણ પ્રભુવચનોમાં લયલીન બનાવે. a ગુરુપદની યોગ્યતા માટે જરૂરી ગુણો :(1) સ્વ-પર પરોપકારી હોય તેમ (2) આદેય નામને ધારણ કરનારા હોય. જેથી તેમનું વચન ગ્રાહ્ય બને. (3) અનુવર્તક હોય ગુરુશિષ્યને અનુસરે તેને અનુસરી તેનો પ્રેમ સંપાદન કરી પછી તેનેજિનાજ્ઞામય બનાવે. શિષ્યોના હૃદયને ગુરુજીતી લે, તેના હૃદયમાં ગુરુ પ્રસ્થાપિત થઈ જાય. જો શિષ્યોને બરાબર પમાડે નહીં તો નિતવ આદિ બની શાસનને નુકશાન કરે માટે ગુરુ માર્ગસ્થ એવો અનુવર્તક ગુણ કેળવે. (4) ગુરુ ગંભીર હોય શિષ્યોના ગમે તેવા નાના-મોટા દોષોને પચાવી લે તેવા ગુરુ જ શિષ્યોને સમાધિ અપાવી શકે. (5) ગુરુ અવિષાદિ હોય : સારણા-વારણા-આદિમાં જરા પણ કંટાળે નહીં. કોઈ એક વખતમાં સમજી જાય તો કોઈને વારંવાર સમજાવવું પડે. ત્યાં થાકી ન જવાય. () ઉપશમલબ્ધિવાળા હોય ગમે તેવા ઝઘડા હોય તેને ઉપશાંત કરી પ્રવચન અર્થ વકતા હોય સૂત્રના અર્થને કહેનારા હોય સૂત્રના અર્થને આત્મસાત્ કરનારા અને તેના રહસ્યને પમાડનારા હોય. આ= આગમ, ચર = રમનારા એટલે પંચાચારમાં રમનારા હોય, ચતુર્વિધ સંઘે આચાર્ય ભગવંતને સેવવાના છે. કેમકે તેમની પાસેથી સૂત્રના અર્થના રહસ્યને પ્રસન્નતાથી પામી શકાય માટે. (8) ગુરુપદની અનુશાવાળા હોય? આવા–આવા લક્ષણવાળા ગુરુ જ્ઞાનસાર-૩ // 118