________________ આત્મગુણોને પ્રગટ કરવા પુરુષાર્થ કઈ રીતે આદરવો તે જાણકારી માટે ગુરુની જરૂર છે. આત્માના સ્વભાવની વિરુદ્ધ જે જે વિકલ્પો આવે છે તે દૂર કરવા ગુરુ પાસે નિવેદન કરવાનું છે. ૫૦,૦૦૦કેવલીના ગુરુ ગૌતમસ્વામી વીર પ્રભુને નિવેદન કરે છે કે મેં આનંદ શ્રાવકને આટલું અવધિજ્ઞાન ન હોય એમ કહ્યું ત્યારે પ્રભુ વિરે કહ્યુંઃ આનંદ શ્રાવક સાચા છે ત્યારે તૂર્ત જ આનંદ શ્રાવક પાસે જઈ મિચ્છા મિ દુક્કડં કરે છે. કેટલી બધી સરળતા! પ્રભુએ પ્રકાશેલા શુદ્ધ માર્ગને પામવાની ઝંખનાની જરૂર છે. જો અહીં શુદ્ધ માર્ગને અલ્પ પણ આરાધીશું, શુદ્ધનો અનુબંધ પાડશું તો તે જલદીથી સિદ્ધ પદની નિકટ પહોંચાડશે. સરળ જીવ જ ગુણશ્રેણિ ચઢી શકે. સરળતા છે એ જ સમર્પણભાવ છે. સમર્પણ વિના અર્પણતા ન આવે. પૂર્વના કાળમાં૨૦૦૦ શિષ્યોના એક જ ગુરુ-શ્રીહીરસૂરિ મહારાજ કેવા સમર્થ હશે? ધર્મબિંદુમાં કહ્યું છે કે ગુરુ તત્વવેદી હોય. મુનિપણું તત્ત્વનું સંવેદન કરવા માટે છે. તત્ત્વ- અસાધારણને અન્ય કોઈ દ્રવ્યમાં ન હોય તે તત્ત્વબને. તેને વિશેષ કહેવાય. આવા તત્ત્વનો મારે અનુભવ કરવો છે. જિનાજ્ઞા પ્રમાણે ચાલવાથી જ અનુભવનો પ્રકાશ આત્મામાં થાય છે. અલ્પકાળ માટે અનુભવતે દેશવિરતિ અને લાંબા કાળ માટે અનુભવ તે સર્વવિરતિ છે. મહાપુરુષો જે અનુભવથી છલકાયા તેમાં એવી કરુણા વહી ગઈ જે શાસ્ત્રરૂપે છલકાણી.શિષ્ય અનુભવ કરવા માટે જ આવ્યો છે. ગુરુની ફરજ બને છે કે તેને અનુભવ કરાવવો. પણ હમણાં ગુરુને પણ ભાન નથી ને શિષ્યને પણ આ ભાન નથી માટે બધી ધમાલ ચાલે છે. જીવ દ્રવ્ય પ્રત્યે પ્રીતિ પ્રશસ્ત બને ત્યારે કરુણા રૂપે વાત્સલ્યરૂપે વહી જાય. પ્રવચન વાત્સલ્ય એટલે પરમાત્માના પ્રકૃષ્ટ વચનોમાં પોતે નહાતો જાય અને બીજાને પણ તે ધોધમાં નવડાવતો જાય. બીજાના હિત માટે સદા રક્ત હોય. પૂ. પ્રેમસૂરિ મહારાજ દિવસે ટાઈમ ન મળે એટલે રાત્રે શિષ્યોને જ્ઞાનસાર-૩ // 117