________________ કાઢીએ તો વિશુદ્ધ થયેલા ગુણોમાં પાછા આવરણો લાગતા જાય. સાધ્ય બે પ્રકારે વર્તમાનમાં (1) અનંતર સાધ્ય અને (ર) પરંપર (પૂર્ણતા) સાધ્ય. આ બે સાધ્ય સતત લક્ષમાં રહેવા જરૂરી છે. તે ક્ષાયોપથમિક ભાવ દ્વારા જ પામવાના છે. એ લક્ષમાં રાખીને સાધના કરવાની છે. વર્તમાનમાં આપણે જે સાધના કરી રહ્યાં છીએ તપ સ્વાધ્યાય વિ. તેમાં પણ મોહનો પરિણામ ચાલી રહ્યો છે. દા.ત. મેં આટલી ગાથા કરી. તે મોહનો પરિણામ છે. વર્તમાનમાં ગાડરિયો પ્રવાહ જ ચાલુ છે. અનુષ્ઠાનમાં જ ધર્મ છે. તેમ જ માની રહ્યાં છીએ પણ તે ધર્મ નથી ધર્મને પ્રાપ્ત કરવાના સાધન છે. ગુરુને પણ છોડવાનાં છે પણ આત્મામાં જે તત્ત્વોનો પ્રકાશ ગુરુ પાસે છે તેને આપણે જોતાં-જાણતા થઈએ તે માટે જ આપણે ગુરુની ઉપાસના કરવાની છે. "પ્રવચન અંજન જો સશુરૂ કરે, દેખે પરમ નિધાન, હૃદય નયણ નિહાળે જગધણી, મહિમા મેર સમાન." (પૂ. આનંદઘનજી મ) માટે જ ગુરુને નહીં પણ સદ્ગુરુને પકડવાનાં છે. સદ્ગુરુ પોતે તત્ત્વને અનુભવી તેના સાર રૂપ (અર્ક) તેનું અંજન યોગ્ય આત્મામાં કરે તો તે તત્ત્વરૂપ મહિમાને જાણી શકે - પામી શકે. પાંચ જ્ઞાનના ભંડારને સદ્દગુરુ ખોલી આપે છે. ત્યારે તેની તીવ્ર રૂચિ આત્મામાં જાગી જાય અને પાંચનિધાન પામવા માટેનો પુઢષાર્થ કરવા માંડે. જેને ફૂલની શય્યા પણ ખૂંચતી હતી તે શાલિભદ્રને પણ આ ભંડારનો લોભ જાગ્યો તો ધગધગતી શિલાએ સંથારો કર્યો. જીવને અચરમાવર્તમાં જડ પ્રત્યે તીવ્ર રાગ હોય તેથી તેના મમત્વને જ્ઞાનસાર-૩ // 115