________________ વિનમ્ર બની ગુરુની સેવા કરીએ તો તેઓની પ્રસન્નતાથી પ્રવચનના રહસ્યને પામી શકાય તે માટે જ તત્ત્વવેતા ગુરુની જરૂર છે. પ્રમાદી શિષ્ય હોય, અથવા ગચ્છ પ્રમાદી હોય તો ગુરુએ તે બધાને છોડવાના છે. કેમ કે પ્રમાદીને પાસે રાખવામાં મહાનદોષ છે.જેમ એકબગડેલી કેરી સાથે રહેલાને પણ બગાડ તેથી તે ચેપ આગળ ન વધે તેથી બગડેલાને છોડી દેવાનું કહ્યું છે. સંસારના બહુમાનને તોડવાનો એક જ ઉપાય જિન પર અને જિનાજ્ઞા પ્રત્યે બહુમાનભાવ. ગુરુકૂળવાસ સેવ્યો હોય તો ગુરુ પ્રત્યે તેમની આજ્ઞા પ્રત્યે બહુમાન સેવ્યું હોય તો તે પરિપક્વ બની શકે. આગમના રહસ્યોને તે તે પ્રમાણે અનુભવી શકે. | સર્વજ્ઞ ભગવંતે જે કહ્યું છે અને તેઓના માર્ગે જે ગુરુ ભગવંતો ચાલી રહ્યાં છે. તેઓ જે કહેશે તે પ્રમાણે અત્યંત શ્રદ્ધાપૂર્વક કરવાથી જ મારું કલ્યાણ થશે એવું અંતરમાં બેઠેલું હોય તે માટે પહેલા આપણને આપણા આત્મા પર બહુમાન હોવું ઘટે તો જ આત્માના કલ્યાણ માટે ગુરુ જે કહે તે કરવા તૈયાર થઈ જઈએ. મારો આત્મા આટલા બધા ગુણોથી ભરેલો છે એવું બહુમાન આવે તો પછી તેને પ્રગટ કરવાનો પ્રયત્ન થાય. ગુરુમાં સતત ગુણની શોધ અને દોષોનો રોધહોય. પર પર્યાયને પકડો તો મોહ વૃદ્ધિ પામે અને આત્મદ્રવ્યને પકડો તો ગુરુ તત્ત્વદષ્ટિથી શિષ્યને જીવ તરીકે જોનારા હોય. સામેનો જીવ પોતાનામાં સત્તાથી પડેલા સિદ્ધત્વને પ્રગટ કરવા માટે અહીં આવેલ છે. વર્તમાનમાં તે સિદ્ધત્વને અનુભવવા વડે અને ભાવિમાં પૂર્ણ થવા માટે અહીં આવેલો છે. ગુરુ તત્ત્વદષ્ટિ દ્વારા મોહને ચૂરનારા હોય. જેમ ચંડકૌશિકની દષ્ટિ જ્ઞાનસાર-૩ || 113