________________ આપેલ મંત્ર જ મને તારશે એવી અપૂર્વ શ્રધ્ધા હતી. તેમણે પણ પોતાના માનકષાયને સતત તોડ્યો હતો તેથી ગુરુ કરતાં પહેલાં તેમને કેવલજ્ઞાન થયું. ગૌતમસ્વામી વીર પ્રભુને કેવા સમર્પિત હતા ? ચાર શાનના ધણી હોવા છતાં ક્યારેય જ્ઞાનનો ઉપયોગ નથી મૂકયો. જયારે શંકા પડે ત્યારે પ્રભુ વિરને પૂછતાં આ સમર્પણ ભાવથી ગુરુએ તેમને પોતાના કરતાં અધિક પ્રદાન કર્યું. 50,000 કેવલીના ગુરુ બનાવી દીધા. આમ જે શિષ્ય ગુરુ પાસે પોતાનું માન તોડે, તે ત્રણ લોકમાં અવશ્ય પૂજનીય બને. માટે જ કહ્યું છે કે- લઘુતા સે પ્રભુતા મિલે, પ્રભુતા સે પ્રભુ દૂર. ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાનો ભાવ છે પણ તે જ્ઞાનને માન તોડવા માટે આત્મામાં પરિણમાવવાનું લક્ષ નથી તો કલ્યાણ શી રીતે થાય? યોગ્ય જીવ ગુરુની પરમ કૃપા વડે જ્ઞાન રૂપી અમૃતના આસ્વાદને માણતો થકો પરમ સમાધિને પામે છે. જગતમાં વિષયનો આસ્વાદ મળે છે. વિષ જેવાતે આસ્વાદને છોડવા માટે ગુરુ પાસે રહેવાનું છે. તે ગુરુકૃપા વડે જ શકય બને. આથી જ ગુરુ પાસેથી મળતી પ્રતિકૂળતામાં પણ તેને આનંદ આવે. ચંડરુદ્રાચાર્યે વિના કારણે ગુના વગર શિષ્યને દંડામાર્યા. શિષ્ય પોતાની ભૂલ ગણી તે સ્વીકારી લીધી તો તેઓ કૈવલ્યલક્ષ્મીને વર્યા. આથી હૃદયમાં એટલું હોવું જોઈએ કે ગુરુ ભગવંત મને જે પણ કહેશે, કડક શબ્દોથી બધા વચ્ચે કહે કે મીઠાશથી કહે બધું અવશ્ય મારા હિત માટે જ છે. હું દોષોનો પૂંજ છું, તે દોષોને કાઢવા માટે ગુરુ મને કહી રહ્યાં છે. ગુરુને આપણી ચિંતા કરાવવી તે આપણા જીવનની નિષ્ફળતા છે. ગુરુને હું બધી રીતે કેમ અનુકૂળ રહું? તેવી શિષ્યની ભાવના હોય. આથી તે ગુરુથી જુદા પડવાનું સ્વપ્નમાં પણ ન વિચારે. ગુરુ ક્યારેક બીજે જ્ઞાનસાર-૩ || 123