________________ આચારાંગમાં સ્થાવર જીવોની ભયાનક પીડાનું વર્ણન કર્યું છે. વ્યકત પીડાવાળા કર્મની નિર્જરા કરી શકે. મન જેટલું પ્રબળ તેટલી વ્યકત પીડા વધારે સૂક્ષ્મ નિગોદમાં જીવો સૌથી વધુદુઃખી કેમ કે ત્યાંજ્ઞાનનો અલ્પાંશ જ ખુલ્લો છે. પોતાની પૂર્ણ સંપત્તિ આવરાઈ ગઈ છે. સૌથી વધુ કોમળ કાયા વાયુકાયની છે. જેથી તેનો આપણા શરીર સાથે સ્પર્શ થતાં જ તે જીવો નાશ પામે છે. તે પછી અપૂકાય, તેઉકાય, વનસ્પતિકાય અને પૃથ્વીકાય વિ.ની કાયાઓ અનુક્રમે વધારે કઠણ છે. જીવે વધારેમાં વધારે સ્થાવરકાય સાથે જ રહેવાનું છે માટે તેમાં વધુ સાવધ રહેવું પડે. તેઓ અત્યંત દુઃખી અવસ્થાને પામેલા છે. આપણા નિમિત્તે વધુદુઃખી ન થાય તેનો સતત ઉપયોગ રાખવાનો છે. અનુકંપાનો ભાવ વધવો જોઈએ. વ્યવહારમાં કાયા વડે પણ નિશ્ચયથી આત્માના પ્રદેશોમાં વિચરવાનું છે તો અપૂર્વનિર્જરા થશે. આત્મા જ્યાં સુધી પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ ન કરે ત્યાં સુધી જ્ઞાનાચારાદિઆચારો સેવવાના છે. જ્યારે તે નિર્વિકલ્પ અવસ્થાને પામે અર્થાત્ સંપૂર્ણ મોહનો પરાભવ કરી પૂર્ણતાને પામે પછી જ્ઞાનાચારાદિ વ્યવહારોનું પ્રયોજન ન રહેતાં તે ત્યાજ્ય બની જાય છે. આત્મા વડે આત્મામાં ચરવું તે આચાર છે. માત્ર યોગ દ્વારા અકામ નિર્જરા થાય છે. ગુણોનું લક્ષ હોય તો જ એ લાભનું કારણ બને. ગુણથી જ વૃધ્ધિ થાય.આત્માના ગુણ જેટલા પ્રગટ્યા છે તેમન-વચન-કાયાની ક્રિયામાં ભળવા જોઈએ. જ્ઞાનગુણ શુધ્ધ હોય તો વસ્તુનો પ્રકાશ સર્વજ્ઞની દષ્ટિ મુજબ કરાવે. જે પણ કરવાનું છે તે આત્માના સ્વભાવને પ્રગટ કરવા જ કરવાનું છે. જ્ઞાનસાર-૩ || 129