________________ માસતુષ મુનિએ અશુધ્ધ પદ ગોખવા છતાં કેવલજ્ઞાન થયું. લક્ષ હતું કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે તેથી ગુરુ કહે તે પ્રમાણે કરીશ. ગુણ પ્રત્યે જેને બહુમાન જાગે તેને ગુણી પર બહુમાન આવે. જો એક ગુણી પરનું બહુમાન જાય તો તે આશાતના દ્વારા અનેક ગુણી પરનો બહુમાનભાવ ઓછો થઈ જાય. શ્રધ્ધાબળ જેટલું મજબુત તેટલી નિર્વિકલ્પતા આવે. એક ગુણ જેટલો મજબૂત તેટલા બીજા ગુણમાં મજબૂતાઈ આવે. 0 સૂત્રને અર્થરુપે અને અર્થને તત્ત્વરુપે પરિણમનની પ્રકિયા. સૂત્ર એ અર્થને અને અર્થ એ તત્ત્વને સૂચવે છે. તત્ત્વ ગુણ. ઈચ્છામિ ખમાસમણો વંદિ. ક્ષમાશ્રમણને ઇચ્છાપૂર્વક વંદન કરવા ઈચ્છું છું તેમાં તત્ત્વ શું છે? આત્માની ઇચ્છવાનો સ્વભાવ નથી છતાં ઇચ્છામિ કેમ કહ્યું? વર્તમાનમાં રાગનો-લોભનો પરિણામ છે. તેથી ઇચ્છા થાય છે. લોભના ઉદયમાં આત્મા સિવાયની અર્થાત્ પુગલની જ ઇચ્છા થવાની માટે અપ્રશસ્ત ઇચ્છાને રોકી પ્રશસ્ત ઇચ્છાને કરવાની ક્ષમાને ઇચ્છું છું ત્યારે ક્રોધ ન કરવો એ પ્રભુનું વચન આલંબનરૂપ બને છે. જેને વચન ક્ષમા કહે છે પછી તે આલંબનરૂપ ગુણ જેમ જેમ વિસ્તરે છે ત્યારે તે સહજ સ્વભાવરૂપ બની જાય છે જેને ધર્મક્ષમા કહે છે. ઉપકારરૂપ નહીં પણ સ્વભાવરૂપ તગત રીતે પરિણામ પામી જાય છે. શ્રાવકે અને શ્રમણે બંનેએ ઇચ્છામિ બોલવાનું છે. બંનેમાં ભેદ શું? શ્રાવક સાધુપણાને ઇચ્છે અને સાધુ ક્ષમાની પૂર્ણતાને ઇચ્છ. ક્ષમા અને શ્રમણપણાને ઇચ્છું છું. શ્રાવકને વચનક્ષમા આંશિક હોય, સાધુને વચન ક્ષમા અને ધર્મક્ષમા હોય. વચન દ્વારા ધર્મક્ષમા પ્રાપ્ત કરવાની છે. તેથી તેની ઈચ્છા કરવાની છે. ભગવાનની આશા છે કે 'પુતિઓ ન વિના ક્રોધ એ આત્માનો દ્ભાવ નથી, ક્રોધના વિપાકો કટુ હોય છે માટે ક્રોધ ન કરાય. જ્ઞાનસાર–૩ // ૧૩પ