________________ નથી. અવધિજ્ઞાન હોવા છતાં ભવપ્રાયોગ્ય એવું કર્મ બંધાયું છે કે વિરતિ ન જ થાય. પુરુષાર્થ ન કરી શકે. માત્ર માનવભવમાં જ તે પ્રમાદને દૂર કરી વિરતિગ્રહણ કરી આત્મામાં રમણતા કરી શકે. વીતરાગતાના અંશને દેશવિરતિધર જ માણી શકે છે. અનુત્તરવાસી દેવ વીતરાગભાવમાં રમતો હોવા છતાં સુધાવેદનીયનો ઉદય આવે ત્યારે આહારનો અભિલાષ થાય પણ તેને રોકી શકતો નથી જ્યારે મનુષ્ય નવકારશીનું પચ્ચખાણ કરી શકે છે ને કેવલજ્ઞાન મેળવી શકે છે. કેવલીને પણ સુધા વેદનીયનો ઉદય હોય પણ તેને આહારનો અભિલાષ ન હોય માત્ર જરૂરિયાત પૂરતું આપે. આત્મા જ્યારે ખાતો હોય ત્યારે પણ આત્મા રમણતામાં હોય તો નિર્જરા કરે, જ્ઞાનધારા ગમે તેટલી તીવ્ર હોવા છતાં પણ જો વીર્યધારા મંદ હોય તોક્ષપકને બદલે ઉપશમકબને. કાયા પ્રત્યેનો મોહ સર્વથા છૂટે ત્યારે કેવલજ્ઞાન થાય. # શાન ભણવાનું શા માટે? સત્તાએ હું કેવલી છું પણ વર્તમાનમાં એ ગુણ આવરાયેલ છે, તે ગુણને પ્રગટ કરવા માટે ભણવાનું છે. જ્ઞાનનો પરિણામ પ્રગટ કરવા માટે ગુરુ પાસે ભણવાનું છે. એને આત્મસાત બનાવી, ધ્યાનરૂપે બને તે રીતે ભણવાનું છે. | સર્વજ્ઞના વચનનું તત્ત્વનું ચિંતન થાય તો હેય-ઉપાદેયનો વિવેક આત્મામાં પ્રગટે તેથી જીવ ઉપાદેય લાગે, તેથી મૈત્યાદિ ભાવો આવે ત્યારે સાચો ઔચિત્ય વ્યવહાર આવે. તે જાણે છે કે બધા જીવો સત્તાએ સિધ્ધ છે. તેથી એકપણ જીવની આશાતના મારાથી ન થવી જોઈએ. યોગબિંદુમાં પાંચ વસ્તુ બતાવી છે. (1) અધ્યાત્મ (2) ભાવના (3) ધ્યાન (4) સમતા અને (5) વૃત્તિ વિચ્છેદ. જ્ઞાનસાર-૩ || 127