________________ કારણે ભય વધુ રહે અને સમતા ગાયબ થઈ જાય.ચરમાવર્તમાં આવતાં જડનો રાગ તૂટતાં તે અભયપણાને પામે, મુક્તિ પ્રત્યેનો દ્વેષભાવ ચાલ્યો જાય તેથી જીવનમાંથી ખેદની ધારા ચાલી જાય. ગુરુએ પણ શિષ્યનો રાગ કરવાનો નથી તો જ ઔચિત્ય વ્યવહાર જળવાઈ શકે. ગુરુ આ આત્મદળ કેવું છે? તેનામાં શું ખામી છે? શું ખૂબી છે? તે જોઈખૂબીને બહાર લાવવાનો પ્રયાસ અને ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરે. સંયમ જીવનમાં નિર્દોષ એવા કિંમતી નહીં પણ સાદા વસ્ત્રો પહેરાય. રત્નકંબલ પરના રાગથી તો આખો દિગંબરમત નીકળ્યો. દ્રવ્ય પરની મૂચ્છ એ જ પરિગ્રહ છે. શ્રાવકવિવેકવાળો હોય સાધુને સંયમમાં સહાયક થાય. તો જ તે શ્રાવક સાધુનો માબાપ કહેવાય. સાધુને અચેલક કહ્યા. કારણ સ્વ પર રાગનું કારણ ન બને. ગૃહસ્થ ફાટેલા કપડા ન પહેરે. કેમકે એને વહેવારમાં રહેવાનું છે. તે જ રીતે સાધુ પણ ફાટેલાને સીવેલા કપડા ન પહેરે. વરસાદનું પ્રથમ પાણી નળિયા પર પડે તે પાણી અચિત્ત હોવાથી તેનાથી કપડાનો કાપ કાઢી લે. આચાર્ય ભગવંત સશક્ત - દેખાવડા અને તત્ત્વને સમજાવનારા હોય. મહાપ્રભાવશાળી હોય. તત્ત્વથી શિષ્યને જુએ, સંબંધથી નહીં. પોતે ઉપશાંત હોય પરને પણ ઉપશાંત કરે. અપૂર્વ વાત્સલ્યને ધરનારા હોય, સ્વપરના હિતમાં રક્ત હોય તેથી જીવનમાં સમાધિ પ્રસન્નતા હોય. જીવનમાં તપન કરી શકે તો ચાલે, કદાચ બુદ્ધિ ઓછી હોય તો પણ ચાલે પણ સરળતા ગુણ વિના ન ચાલે. સરળ બનવું જ અતિ કઠિન છે. સરળતા એ સિદ્ધનો ગુણ છે. કંઈક ખોટું થશે તો સરળ જીવને પશ્ચાતાપ થશે. નિર્દોષભાવે પોતે જે કાંઈ ખોટું કર્યું હોય એ કહી દેશે. આ જીવો ભવસાગર તરવા માટે લાયક છે. તેથી જ સત્યવ્રતનું પાલન પાંચ મહાવ્રતોમાં સૌથી કઠિન છે. જગત આખાને સારા દેખાવું છે પણ સાચા બનવું નથી. સાચા બનવું તે જ વીરતા છે. જ્ઞાનસાર-૩ // 116