________________ જ્યાં પડે ત્યાં બધું ભસ્મીભૂત કરે. કેમકે તે દષ્ટિ વિષયુક્ત હતી. જ્યારે ગુરુની તત્ત્વમય અમૃત દષ્ટિ જ્યાં પડે ત્યાં અર્થાત્ શિષ્યમાં રહેલા મોહને સમૂળગો નાશ કરનારી હોય. શિષ્યનું હિત કઈ રીતે થશે તેને હિતબુદ્ધિથી વિચારી તે કેમ આગળ વધે તેના જ પ્રયત્નમાં લાગેલા હોય. ગુરુએ કષાયમુંડન કર્યું હોય તેથી તત્ત્વ દ્વારા શિષ્યને પણ ઉપશાંત બનાવનારા હોય. 1 ગુરુના ત્રણ કાર્ય - (1) શિષ્યના દોષોને દૂર કરવા સહનશીલતા કેળવે. (2) શિષ્યનાદોષોને દૂર કરી તેને સુધારનારા હોય (3) શિષ્યન જ સુધરે તો ગુરુ તેની ઉપેક્ષા કરે-કરુણાદષ્ટિધરનારા હોય. જેનું ચિત્ત ઉપશાંત હોય તે જ વિવેકને ધારણ કરી શિષ્યના દોષોને શોધી શકે અને પ્રશાંતભાવથી તેને સુધારી શકે. યોગ્ય કાળે યોગ્ય શબ્દો દ્વારા ઉપાલંભદ્વારા શિષ્યને સુધારે. ગુરુ મૈત્રાદિ 4 ભાવનાઓથી ભાવિત હૃદયવાળા હોય. તેથી જે કાળે જે વર્તાવ કરવાનો હોય તે સહજ રીતે થઈ જાય. ભાવના સમતાનું કારણ છે. સાધક સાધ્યમાં રમતો ન હોય તો તે સાધ્યથી વેગળો બની જાય છે. આપણી સામે સાધ્યનું લક્ષ નથી તેથી સાધના ફળતી નથી. આત્મા સાથે સદા રહેનારો ક્ષાયિક ભાવ આપણું સાધ્ય છે. તેને પામવા વર્તમાનમાં સાથે રહેલો કર્મજન્ય ઔદયિકભાવનો ત્યાગ કરવાનો છે. સ્વરૂપમાં સ્થિરતા એ સાધ્ય વર્તમાનમાં આપણી પાસે હોવું જોઈએ. વર્તમાનમાં ક્ષાયોપથમિક ભાવે જે ગુણ છે તે વધુ વિકસતો જાય, ઉત્તરોત્તર વધુ વિશુદ્ધ થતો જાય અને અનુભવના લક્ષ સુધી પહોંચી જાય. મોહથી જેમજેમ છૂટતો જાય તેને સ્વને અનુભવતો જાય. વિશુદ્ધતર ભાવમાં આવતો જાય. પણ તે માટે મોહના ઉદયને પકડતાં આવડવું જોઈએ. તેને ન જ્ઞાનસાર-૩ || 114