________________ દહેરાસરનું ખાતમુહૂર્ત પણ જૈન સાધુથી ન અપાય. જ્યોતિષ મુહૂર્ત કાઢી આપે પછી તે મુહૂર્ત બરાબર છે કે નહીં તેની ચકાસણી કરી અપાય. સાધુ આ બધામાં ભાગ લે તો તેના સ્વાધ્યાય સંયમાદિ સદાય. તે જ્ઞાન-દર્શન–ચારિત્રાદિની પુષ્ટિમાં ભાગ લે. લોકની અભિમુખ થયેલા સાધુને પારાવાર નુકશાન થાય છે. ઉપાશ્રયમાં સ્નાનાદિ કરે, લાઈટ-પંખા વિ.ની વિરાધના કરે, માઈક વાપરે, લોકોની શરમ રાખ્યા વિના આત્માને બચાવી લેવાનો છે. બાહ્ય પ્રવૃત્તિઓથી જેટલાનિવૃત્ત થવાય તેટલું બચી શકાય. જે આત્મરક્ષા કરે તે શાસન પ્રભાવક બની શકે. સ્વની આરાધના કરનાર સર્વની આરાધનામાં નિમિત્ત બને છે. સ્વોપકાર કરવો એટલે જિનાજ્ઞાને શક્તિ - સંયોગાનુસાર પોતે પાળવાની છે. મુહપત્તિ–રજોહરણ - કપડા વગેરેનો ઉપયોગ હવા ખાવા માટે નથી કરવાનો. નહિતર ઉપકરણ એ અધિકરણ બની જાય. કછુઆ છાપ અગરબત્તીનો મચ્છર ભગાડવા માટે ઉપયોગ કરાય તો અગ્નિકાયની વિરાધનાનો દોષ લાગે છે. છકાયમાં અગ્નિકાયની વિરાધના વધુ ભયંકર છે. પીઠ ફલક શેષ કાળમાં પાટ વગેરેનો ઉપયોગ કારણ વિના આચાર્ય ભગવંતથી પણ ન થાય. આલોચના ન કરે, વિકથા કરનાર એવા ગુરુને સેવવાની જ્ઞાનીઓએ ના પાડી છે. કાચા પાણીનો ઉપયોગ કરનાર, અગ્નિકાયનો વિરાધક અને બ્રહ્મચર્યનોવિરાધકનેમિથ્યાદષ્ટિ છે. કેમકે તે મૂળવ્રતમાં ભાંગો લગાડનાર છે. સ્વમાં રુચિનો પરિણામ થવો તે જ સમ્યક ચારિત્ર છે. અર્થાત્ આત્મગુણોને અનુભવવા માટે જ વ્યવહાર ચારિત્ર છે. તે ગુણોને જાણવાનાસ્વીકારવાના છે. તે ગુણો આગમ દ્વારા જણાય છે. આગમ ભણવા માટે ગુરુની જરૂર છે. માટે ગુરુની પરીક્ષા કરીને ગુરુને પસંદ કરવાના છે. આગમના રહસ્યો ગુરુની પાસે છે. તે રહસ્યોને પમાડવાની ચાવી ગુરુ પાસે છે. માટે યોગ્ય બની, જ્ઞાનસાર-૩ || 112