________________ દષ્ટિ બદલાઈ જાય તો થોડા કાળની અંદર ઘણું મેળવી શકાય છે. શાસનને તત્ત્વથી સમજવામાં આવે તો મોક્ષમાર્ગ દૂર નથી. માટે મનને સ્થિર કરવાનું છે. મિથ્યા માન્યતાને ફગાવી દેવાની છે. જેટલી સર્વજ્ઞની માન્યતા દઢ તેટલી મનની સ્થિરતા વધુ. અજજા સાધ્વીને ગરમ પાણીથી કોઢ થયો એવી માન્યતા થઈ. કેટલાયને આ વાતથી અસ્થિર બનાવ્યા પણ એક સાધ્વી મ. દઢ હતા. સર્વજ્ઞા ભગવંત રોગ થાય એવી કોઈ વાત બતાવે જ નહીં. એમની દઢતાથી સ્વભાવ દશામાં જતાં એમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ઉસૂત્ર પ્રરૂપણા જેવું બીજું કોઈ પાપ નથી. મારા કર્મના ઉદયથી જ રોગ આવે માટે તે કર્મરોગને નિષ્ફળ કરવાનો ઉપાય સર્વજ્ઞ વચનના પાલનરૂપ આરાધના જ છે. માટે જ તે વચન બતાવનાર આલોક અને પરલોકમાં હિત કરનાર ગુરુને છોડવા ન જોઈએ. એવા ગુરુને સુશિષ્ય છોડવા ન જોઈએ. સુગુરુનો ત્યાગ ન કરવાથી સાધુ સ્થિર થાય છે. સંસારમાં અસ્થિર થયેલા આત્માએ અહીં આવી મનથી સ્થિર થઈ અને પછી આગળ વધવાનું છે. મિથ્યાત્વની બધી માન્યતાઓ ફગાવી દેવાની છે અને સર્વજ્ઞની માન્યતાઓને મન દ્વારા દઢતાથી સ્વીકારવાની છે. જિનવચન પર અપૂર્વશ્રદ્ધા નહોવાથી આપણને વિકલ્પો આવે છે. ગુરુ શિષ્યનું હિત થાય એવી શિખામણ શાસ્ત્રના આધારે આપે. શિષ્ય ભૂલ કરે તો એને ઠપકો આપવો જોઈએ. એમાં કંટાળવું ન જોઈએ. શિષ્યને અહંના કારણે વારંવાર સાંભળવામાં માન નડે તેથી એને સાંભળવાનો કંટાળો આવે. 0 ગુરુ શિષ્યને શિક્ષા બે પ્રકારે કરે. (1) જિનવચન દ્વારા હિતશિક્ષા આપે-તે રીતે ન વર્તે તો દંડ પણ આપે. (2) ઠપકો આપીને પણ સુધારે. જ્ઞાનસાર–૩ || 110