________________ જીવોને તારણહાર ગુરુતત્ત્વ જ છે. "ગુરુ વિના કૌન બતાવે બાત? ગુરુ બિન કૌન બતાવે વાટ? બડા કઠિન હૈ યમઘાટ...." ગુરુ તત્ત્વવિનિશ્ચયમાંसरणं भव्वजीआणं, संसाराडवि महाकडिल्लमि / मुत्तुणं गुढंअन्नो नत्थि ण होहि नवि य हुत्था // ગુરુ સિવાય મોક્ષમાર્ગ શક્ય નથી. મૂળ ગુણ વિના ગુરુ વાસ્તવિક ન હોઈ શકે. "जह कारूणिओ विज्जो, देइ समाहिं जळाळं जरियाणं / तहु भवजरगहियाणं, धम्म समाहि गुढ देइ // " જેમ વૈદ્ય કરુણાથી ભરેલા હોય, એને પૈસાની પ્રધાનતા ન હોય, રોગીના રોગોને દૂર કરી સમાધિ આપે તેમ શાસનનો સાર સમાધિ છે. ગુરુ ભગવંતો સમાધિ આપનાર હોય છે. પરમાત્મા અને પરમાત્માનું શાસન અત્યંત કરુણાવાળું છે. જેથી છેદસૂત્રમાં ક્યાંય સુધી અપવાદ માર્ગ બતાવી દીધાં કે કોઈ જીવ અસમાધિ ન પામે. માટે જ કહ્યું છે કે બે નવા ન રંતળ્યા આત્માએ પોતાની સમાધિ ગુમાવવાની નથી અને બીજાને અસમાધિમાં નિમિત્ત બનવાનું નથી. માટે ભવરોગને દૂર કરનાર એવા ગુરુની ખોજ કરવી જોઈએ. આપણી ખામી શું છે? આપણને ભવરોગ ભવરોગ તરીકે લાગ્યો છે? જૈન શાસન ભવરોગીના ભવરોગને મિટાવનાર છે. ગુરુપણાના બધા અધિકારો ભોગવવાનું શિષ્યાદિ પાસે મન થાય, પણ શિષ્યાદિ માટે જે ભોગ આપવાનો છે તે આપવાનું મન ન થાયતો વાસ્તવિક ગુરુપણું જ નથી. સૌથી મોટું અને વાસ્તવિક પદ પરમપદ છે. કર્મના ઉદયથી મળતું જ્ઞાનસાર-૩ // 108