________________ જાતને ગુનેગાર માને તે બીજાને ગુનેગાર બનાવતો નથી અને જે બીજાની સામે આંગળી ચીંધે તેને અવશ્ય નુકસાન થાય. ગુરુના આદર્શને જોઈને શિષ્યો પરમ આનંદ પામે અને પોતાનામાં એ આદર્શો ક્યારે આવે એવા મનોરથો સેવે. પહેલાના વખતમાં જૈન મુનિઓનો પડાવ ઉદ્યાનમાં યા જંગલમાં રહેતો. તેથી જે સંસારથી હારી-થાકી ગયેલા ત્યાં જાય તે ચંદનની શીતલતાને પામી જાય. ત્યાંથી પાછા જવાનું તેને મન જ ન થાય. શક્તિ હોય તો તે સાધુ જ બની જાય. એવી તો તેઓની આત્મચર્યા હતી. અત્યારે હવે અમે તમારી વસતિમાં રહેતાં થયા. એટલે અમે બગડ્યા. શિષ્યો પણ ઓછાં થવા લાગ્યા. સંસારથી હારેલો અમારી વસતિમાં આવે તો તે શું લઈને જાય? આથી જ લોકોત્તર સ્થાનમાં રહેલા અમારી જવાબદારી ઘણી મોટી છે. માટે જ 350 ગાથાના સીમંધર સ્વામીના સ્તવનમાં કહ્યું છે કે"જિમ જિમ બહુ શ્રત, બહુ જન સંમત, બહુ શિષ્ય પરિવરિયો, તિમતિમ જિનશાસનનો વૈરી, જો નવિ નિશ્ચય દરિયો." ન (પૂ. મહોપાધ્યાય યશોવિજયજી મ.) જેમ જેમ ઘણો જ્ઞાની, ઘણા જનને સંમત અને બહુ શિષ્યથી પરિવરેલો હોય પણ જો તે વ્યવહારમાં જ પડી જાય અને નિશ્ચયરૂપી જ્ઞાનરૂપ સમુદ્રને પાર ન કરે તો તે અવશ્ય જિનશાસનનો વૈરી બને છે. આથી નિશ્ચયના લક્ષપૂર્વકનો વ્યવહાર જ આત્માને માટે તારક બને છે, નહિતર મારક બની જાય. મોક્ષ પદની આરાધનામાં ગુરુની પ્રધાનતા છે. તેમનાવિના આરાધના સમ્યફપ્રકારે શક્ય નથી. ગુરુવિના આગળ વધવા માટે મોક્ષના પ્રવેશદ્વારની ચાવી કોણ આપે? શાસ્ત્રના રહસ્યોને કોણ સમજાવી શકે? દુર્ગતિ દ્વારમાં લઈ જતાં એવા યમરાજથી કોણ બચાવી શકે? માટે જ ભવવનમાં અટવાતા જ્ઞાનસાર-૩ // 107