________________ જિનદર્શન, વિહાર, આહાર ને નિહાર– આ 4 કારણ સિવાય મુનિ વસતિથી બહાર ન જાય. "પરમ ચરણ સંવર ધરું, સર્વ જાણ જિણ દિઠ, શુચિ સમતા રુચિ ઉપજેજી, જે મુનિને ઈઠ." પા વિતરાગ પરમાત્મા ક્ષાયિક ચારિત્ર ધારનારા છે. હું પણ ક્યારે તેવું ચારિત્ર પ્રાપ્ત કર્યું. જે રીતે મારા પ્રભુ સમગ્ર જગતને જોઈ રહ્યાં છે તે રીતે હું પણ જોતો થાઉં- અર્થાત્ કેવલજ્ઞાન દર્શનને પામનારો બનું. જ્યારે શરીર સંયમમાં સહાયક ન બને ત્યારે તેને વિધિપૂર્વક વોસિરાવવાનું છે. નવકારશીમાં ચાર આહાર છોડવાની વાત બે ઘડી સુધી મૂકી. છેલ્લે માવજજીવ છોડવાની વાત છે. આપણને ત્યાગમાં રાજીપો થવો જોઈએ. પારણામાં ઈચ્છો છોડવાની ત્યાગમાં આનંદ પ્રગટે તો નિર્જરા થાય. 3 આપણને ઉપવાસમાં આનંદ આવે કે પારણામાં? જો ઉપવાસમાં આનંદ આવે તો સમજવું કે તપ ધર્મ આપણામાં પરિણામ પામ્યો છે. ગુરુકૂળવાસમાં રહીને સાધના કરવાની જેને ગમે તે ગમે તેવી સ્થિતિમાં પોતાની સમાધિ ટકાવવા સમર્થ બને. ગુરુ સેવા એટલે માત્ર ગુરુની જ સેવા કરવાની એવું નહીં પણ સમુદાયમાં જે જે છે તે બધા આત્માઓની સેવા કરીને ગુરુના ચિત્તને પ્રસન્ન રાખવાનું છે. ગુરુની સેવા કરીએ અને સહવર્તિઓ સાથે સંપથી ન રહીએ તો ગુરુનું ચિત્ત પ્રસન્નતાને પામે ખરું? ગુરુકુળવાસમાં પ્રતિકૂળતા સહીને મોહના હુમલાઓ ઉપર ગુરુકૃપાથી વિજય મેળવીને એવું સામર્થ્ય પ્રાપ્ત કરે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે હારે નહીં. 1 ઉત્તમ ગુરુ કેવા હોય? સ્વ–પર પરોપકારી - સ્વ અને પર બંને પર પરોપકાર કરવાના જ્ઞાનસાર-૩ // 105