________________ જ્ઞાનનો–તપનો–સમ્યગુદર્શનનો પરિણામ મનમાંથી જ આવે છે. આત્મવીર્યનું આત્માના ગુણોમાં પ્રવર્તન થવું એ જ સિદ્ધપણામાં નિશ્ચયની ક્રિયા છે. વ્યવહારથી ક્રિયા મર્યાદિત છે, નિશ્ચયથી ક્રિયા અમર્યાદિત છે. આત્મવીર્ય પુદ્ગલ સાથે જોડાય ત્યારે વ્યવહાર ક્રિયારૂપ બને છે. અને આત્મવીર્યપુદ્ગલથી છૂટી આત્માના ગુણો સાથે આત્મ પ્રદેશોમાં જોડાય ત્યારે તે નિશ્ચયક્રિયારૂપ બને છે. પણ મોહથી આત્માવિવેકભૂલીને પોતાના સ્વભાવથી ચલાયમાન થાય છે તેથી મોહથી છૂટવા અને સ્વસ્વભાવમાં સ્થિર થવા ગુરુની જરૂર પડે છે. ભવરોગી થયેલા આત્માને નિરોગી થવા માટે સાધુપણું છે. ભવરોગનું નિદાન કોઈપણ ભવમાં થઈ શકે પણ રોગનો ઉપચાર તો મનુષ્યભવમાં જ થઈ શકે છે. ગુરૂનું બહુમાન એટલે? ગુરુનું બહુમાન એટલે ગુણોનું બહુમાન. મોક્ષનું બહુમાન પરમાત્માનું બહુમાન. જેને સંસારનું બહુમાન તૂટે એ જ ગુરુ પર બહુમાન લાવી શકે. ગુરુ પર બહુમાન આવ્યું હોય તો સગાસંબંધી પર બહુમાન ન આવે પણ ગુરુના આશયને શોધવામાં આપણું ચિત્ત લાગશે. ગુરુ આપણી પાસે શું અપેક્ષા રાખે છે? આપણી પાસેથી શું ઈચ્છે છે તે સમજાય. તેમના આશયને પકડવાની ભૂમિકા રચાય. દેવગુરુ અનુગત ચિત્ત–દેવગુરુને અનુસરનારું ચિત્ત હોય તેથી ગુરુનું જે છે તે શિષ્યમાં આવતું જાય. પરમગુરુની પ્રાપ્તિનો આ શ્રેષ્ઠ ઉપાય છે. પોતાની કોઈ ચિંતા સ્વાર્થ મહત્ત્વાકાંક્ષા ન હોય તે જ આત્મા ગુરુના ચિત્તના આશયની શોધ કરી શકે, એ મોક્ષનું બીજ છે. આ બીજ દ્વારા આત્મા પૂર્ણતાને પામે છે. પોતાના દોષોની ખોજ હોય-અપ્રશસ્ત ભાવોને તજતો થાય. પ્રશસ્ત ભાવોમાં આત્માને રંગતો જાય. તે જ ગુરુના ચિત્તમાં પ્રવેશી શકે. જ્ઞાનસાર-૩ || 103