________________ વિરતિધર સતત જયણાપૂર્વક સંયમમાં વર્તતો હોય તો તેને કાયિકી ક્રિયા ન લાગે. પોતાને પોતાનો રાગ ન થાય માટે સાધુએ જીર્ણ-શીર્ણ વસ્ત્ર પહેરવાનાં છે. જે ગુરુને સમર્પિત થઈ જાય તેના પર ગુરુની કૃપા વરસ્યા વિના નરહે. અચરમાવર્તકાળમાં જીવ ધર્મ કરે પણ તે સંસારના સુખ માટે જ કરે કેમ કે ત્યાં વિષયોની તીવ્રતા છે. અપુનબંધક દશામાં જીવ આવે ત્યાં તેને આત્મા પ્રત્યે પ્રીતિ જાગે છે અને ભવનો રાગ ઘટી ગયો હોવાથી ઔચિત્ય ગુણનો ધારક બને છે. * શિષ્ય પોતાની માન્યતા અને પસંદગીને છોડી દે તો ગુરુ સાથે સંઘર્ષ થાય જ કેવી રીતે? જે વસ્તુ સદાકાળ પોતાની પાસે રહેવાની નથી તેનો જીવે સ્વેચ્છાએ ત્યાગ કરવાનો છે તો જ તે આત્મામાં રહેલા સહજાનંદને પામી શકશે. જે ત્યાગે તો પામે. ક્ષાયોપથમિક ભાવથી આત્મામાં અલ્પગુણો પ્રગટ થાય છે. તેમાં જો આત્મા સાવધાન ન રહે તો અલ્પગુણો પણ પાછા ચાલ્યા જાય છે. ક્ષાયોપથમિક ભાવ વ્યવહારથી ઉપાદેય છે, નિશ્ચયથી હેય છે. કેમકે ક્ષાયોપથમિક ભાવ ગુણ સ્વરૂપ છે, પણ સંપૂર્ણ નથી. ક્ષાયિક ભાવ જ પૂર્ણ છે. સ્વશક્તિથી જ આત્માએ પૂર્ણતા પામવાની છે. * પ.પૂ. યશોવિજયજી મહારાજે સ્વાધ્યાય રૂપ સંજીવની અને અનુભવરૂપ અમૃત પીને આ ગ્રંથની રચના કરી છે. આ મનુષ્યભવમાં મોક્ષ સુખનો અનુભવ મારે કરવો છે એ દઢ સંકલ્પ હશે તો અવશ્ય અનુભૂતિ થયા વિના નહીં રહે. આત્માની અનુભૂતિ માટે શારીરિક બળ બાધક નથી, માનસિક બળ દઢ જોઈએ. છેલ્લા સંઘયણમાં પાંચમાં આરામાં પણ આપણે આપણી પૂર્ણતાને નજીક લાવી શકીએ છીએ, એવી આરાધના કરી શકીએ છીએ. જ્ઞાનસાર-૩ // 102