________________ સ્વભાવવાળા હોય. ઉપકાર ક્યારે થાય? જો અંતર કરુણાથી છલકાતું હોય તો... પંચાશકગ્રંથમાં કહ્યું છે કે–ગુરુના ગુણથી રહિત તથા પાંચ મહાવ્રતથી (મૂળ ગુણથી) રહિત હોય અર્થાત્ સમ્ય દર્શનથી રહિત હોય તો બીજા ગમે તેવા ગુણથી યુક્ત હોય તો પણ તે સમ્યગ્દર્શન વિના નકામા. કેમકે સમ્યમ્ દર્શન નથી તો તે પરમાત્માને માનતો નથી, તેમની આજ્ઞા પણ પાળતો નથી. સમ્યગદર્શન હોય ત્યાં અવશ્ય અનુકંપા દયાનો પરિણામ હોય. સમગુ દર્શનની નિર્મળતા ન થાય તો ધ્યાનનો પરિણામ ન આવે, મિથ્યાત્વનો પરિણામ જીવ પ્રત્યે દ્વેષનો પરિણામ કરાવે. જગતને પ્રેમથી જીતવાનું છે, તો પછી આશ્રિતો સાથે તો સુતરાં પ્રેમથી રહેવાનું છે. દયાના પરિણામવાળો ક્રોધ કરીને પણ નિર્જરા કરે. કારણ કે સમ્પ્રદર્શનના પરિણામે તેને આત્માનું અહિત થતું જોઈતેની પ્રવૃત્તિ પર ક્રોધ આવે. તેમાં તેને અહિતથી બચાવવાનો પરિણામ રહેલો હોય તો તે વાસ્તવિક દયાનો નિર્મળ પરિણામ છે. માનના ઉદયવાળાને ક્રોધ સંસારની વૃદ્ધિનું કારણ બને દોષિત જીવો પર કરુણા ન થવી એ જ વિભાવ છે. કરુણા ન આવે તો ક્રૂરતા આવે. સાધુએ તો જગતને પ્રેમ આપવાનો છે, તો શું પોતાના આશ્રિતને સહવર્તીઓને પ્રેમ આપ્યા વિના રહે? સામેનાનો દોષ જોવા છતાં ઔચિત્ય વ્યવહાર કરે–ઉપેક્ષાભાવ ન કરે. આ જ ગુરુપણું છે. પ્રભુની કરુણાથી ચંડકૌશિકનું ઝેર ઉતરી ગયું. સમ્યગુદર્શન હોયને કઢણા નહોય તેવું બને? ના. પ્રતિકૂળતા ઊભી કરનાર વ્યક્તિ પર આપણને અપ્રીતિ ઊભી થાય. પ્રસન્નતામાં રહેવાના સ્વભાવને દૂર કરી સામેની વ્યક્તિ પર અપ્રીતિ કરી પોતાની સામાયિકનું ખંડન કરી સામેની વ્યક્તિના સામાયિકનું પણ ખંડન કરવામાં નિમિત્ત બને. શિષ્યો અપરાધ કરે ત્યારે પ્રથમ ગુરુ જાતને ગુનેગાર માને કે મારી નિશ્રામાં આ ભૂલ થઈ કઈ રીતે? કે જેથી શિષ્યને પ્રમાદ કરવાનું મન થયું? જે જ્ઞાનસાર-૩ || 106