________________ "જ મે બુહાડસાસંતિ સીએણ ફરસેવા રૂ મમ લાભેર પહાએ પયઓ તે પડિલ્સઠમે." રડ્યા ' (ઉત્તરાધ્યયન) મોહના શાસનને આત્મા પરથી હટાવી દેવું એ જ શાસનની સાચી પ્રભાવના છે. મોહાધીન આત્માએ ગુરુને છોડવા ન જોઈએ. ગુરુના પ્રભાવે જ મોહદૂર જશે. ગુણના બહુમાનથી ગુરુનો સ્વીકાર કર્યો હોય તો ગુરુ જેમ જેમ કઠોર બને તેમ તેમ શિષ્યને આનંદ આવે. કરવા લાયક કે ન કરવા લાયક કાર્યોમાં ગુરુએ કઠોર શબ્દો કહ્યાં હોય તો તે પ્રેમથી સહન કરી પોતાની ભૂલ સુધારી લે. અર્થાત્ શિષ્યને દ્રઢ શ્રદ્ધા હોય કે ગુરુ મને કઠોર કે મૃદુવચનથી જે કિંઈ અનુશાસન કરશે તે મારા લાભ માટે જ થશે. બીજા કરતાં સારું કરતા હોઈએ ને ગુરુઠપકો આપે તો ગમે? ન ગમે ને? કારણ કે આત્મા પોતાના હિતની ચિંતાવાળો બન્યો નથી. શિષ્ય હિતના અનુશાસનની અપેક્ષાવાળો હોય તેથી કઠોરતાપણું પણ હિતનું અનુશાસન હોય તો સ્વીકારે. ગુરુવિનીત વિષે રાગી હોય તેથી તેને આગળ વધારવા તેના પર વારંવાર કઠોર શબ્દોમાં અનુશાસન કરે. "રાગ વધે સ્થિર ભાવથી, શાન વિના પ્રમાદ, વિતરાગતા ઈહતાજી, મુનિ વિચરે સાલાદ." (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) વિતરાગતાની ઈચ્છા હોય તો ગુરુ પાસે મીઠાશની અપેક્ષા કેમ હોય? મારામાંથી રાગ નીકળે તે માટે મને કઠોરતાથી કહો એવી ગુરુભગવંતનેવિનંતિ કરાય. "મુનિ ઊઠે વસતિ થકીજી, પામી કારણ ચાર, જિન દર્શન ગામતરેજી, આહાર–નિહાર." I4 (પૂ. દેવચંદ્ર વિજયજી મ.) જ્ઞાનસાર-૩ || 104