________________ શ્રેષ્ઠ પદ તીર્થંકર પદ . તે પદ પણ કર્મ પૂરું થયે અવશ્ય છોડવું જ પડે છે. તેથી કર્મના ક્ષયથી પ્રાપ્ત થતું પદ જ મેળવવા જેવું છે. આ સમજ્યા પછી જીવને વર્તમાનમાં વર્તી રહેલા ભવરોગ પર પ્રથમ પોતાના આત્માની દયા આવે અને પછી પરની પણ દયા આવે. મળેલા ગુરુપદને અંતરમાં છોડવાનું છે અને ગુરુપણું સાર્થક કરવાનું છે. ગુરુકુળવાસને છોડવાનો વિચાર એટલે પોતાના ગુણોને છોડવાનો વિચાર અને દોષોને આમંત્રણ. માછલી પાણી છોડે તો શું થાય? તરફડે અને મરે. તે જ રીતે ગુરુકુળવાસ છોડે તો શું થાય? ગુરુ રક્ષાની વાડ જાતે જ ભાંગી નાખે. માત્ર ગુરુની જ નહીં પણ શક્તિ પ્રમાણે આખા ગુરુકુળવાસની સેવા કરવાની છે. ભવ પ્રત્યેનો રાગ છૂટે નહીં ત્યાં સુધી ગુરુકુળવાસ છોડાય નહીં. જે ગુરુની સેવા કરતાં હોય તેવાઓની ઈર્ષ્યા નહીં પણ તેઓની સેવા કરવાનો લાભ પણ કેટલો મોટો છે? ગુણ દષ્ટિ કેળવીને રહેવાનું છે. બધા ગુણોમાં સમ્યગ્ગદર્શન મુખ્ય છે. તેના વિના નવકારના આઠે પદ નકામા પાંચ મહાવ્રતોની પણ એના વિના મહત્તા નથી. આત્માને પોતાના ભવરોગ પર દયા આવે તો સમજવું કે સમ્યગુ દર્શન છે. ગુરુ પ્રત્યેનું બહુમાન નથી અને ગુરુને વહાલા બનવું છે. તેથી ઈર્ષ્યાદિ થાય છે. ગુરુના વહાલા નથી બનવાનું પણ ગુણને વહાલા બનાવવાનાં છે. ગુણ પ્રત્યે બહુમાન નથી તેથી મારા-તારામાં પડી જવાય છે. આ બધા સાધક આત્માઓ વિશિષ્ટ પ્રકારના ગુણોને ધારણ કરનારા છે એવું દેખાઈ જાય તો બહુમાનભાવ આવ્યા વિના ન રહે. સાધકમાં રહેલા ગુણોની ભક્તિ દ્વારા વિશિષ્ટ ક્ષયોપશમ પેદા થાય તો જગત ગુણોથી ભરેલું દેખાશે. "જગત મેરા ગુરુ - 2 જગત કા ચેલા, મિટ ગયા વાદ વિવાદકા ઘેરા." (પૂ. આનંદઘનજી મ.) જ્ઞાનસાર-૩ || 109