________________ માન બહુમાન–વહાલની અપેક્ષા છે તેથી સંબંધો બગડે છે. માનમિથ્યાત્વને તોડવાનાં છે, મહેમાન નથી બનાવવાના. અનાદિથી મહેમાન બનેલા માન મિથ્યાત્વને કાઢવાના છે. માટે મને ગુરુ કઠોરતાથી બોલાવે તેની અપેક્ષા રાખવાની છે. કોઈને જે કામ ન ગમે, તે કામ પોતાને કરવું ગમે તો માન નીકળે અને ગુરુના હૃદયમાં આપણો પ્રવેશ થઈ જાય. - મોહનો ઉદય સ્વસ્વભાવજન્ય સુખ અનુભવવામાં બાધક બને છે. તે પરને અનુભવે છે તેથી પીડા પામે છે. મોહની પરવશતા આત્માને સ્વભાવમાં રમમાણ થવા દેતી નથી. તે મોહને હટાવવા જીવને સતત ગુરુની જરૂર પડે છે. આત્માને ભ્રમ થયો છે કે હું શરીર છું આત્મારૂપે નથી.આ ભ્રમ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી સ્વભાવદશા કે સ્વરૂપદશા ન પામી શકાય. હું અને મારું એ મંત્રની રટના આત્મભાવને સ્પર્શવા દેતી નથી. આત્માએ ર૪ કલાક પોતાની સાથે જ રહેવાનું છે. જગતને જાણનારો આત્મા જાતને કેમ નથી જાણતો. એનો ખેદ હજી આપણામાં પ્રગટ નથી થયો. વેષ પરિવર્તન, નામ પરિવર્તન, આચારાદિનું પરિવર્તન થવા છતાં જ્ઞાનનું–દષ્ટિનું પરાવર્તન થયું નથી. સાધક આત્માએ સાધનામાં પહેલા દષ્ટિ પરિવર્તન કરવાનું છે પછી આચાર પરિવર્તન કરવાનું છે. 1 થી 4 ગુણઠાણા સુધી દષ્ટિનું પરિવર્તન કરવાનું છે પછી આચાર પરિવર્તન કરવાનું છે. જગતને જે રીતે માનીએ છીએ તેની બદલે સર્વજ્ઞની દષ્ટિથી જાતને અને જગતને જાણીને સ્વીકારવાનું છે. જાતને જો પકડવામાં ન આવે તો તે જાતિને પકડે. જેને સ્વભાવના લાભસિવાય કંઈ પણ જોઈતું ન હોય તેને આત્માની ચિંતા થાય. સમ્યગ્દષ્ટિનું ચિત્ત કોઈપણ વ્યવહારમાં મોક્ષમાં જ હોય તેથી નિર્જરા કરે. દ્રવ્યથી ભલે તે સંસારમાં હોય. જ્યાં પારકું માન્યું ત્યાં મમતા ન હોય. જ્ઞાનસાર-૩ || 100