________________ સમર્પિત થવાય નહીં મિથ્યાત્વના કારણે બુદ્ધિ બગડે. તેથી સુખ પુગલમાં છે તેવું લાગે. સમતામાં અવરોધક શાતા છે. અનુકૂળતા ગમે માટે પ્રમાદ ઊભો થાય અને આત્માનો ગુણવૈભવ પ્રાપ્ત થાય.શરીરની શાતા ગુર્વાજ્ઞા પાળવા દેતી નથી. ગુઢ પ્રત્યે થતી નાની નાની ઉપેક્ષાઓ પણ ખૂબ ભયંકર છે. ગુરુનું કામ તો મારે જ કરવું. કોઈ કરી લે તો ગુરુ પ્રત્યે ઉદાસીન થઈ જવું. આ પણ ગુરુ પ્રત્યેની એક જાતની ઉપેક્ષા છે. કેમ કે દષ્ટિમાં વિશાળતા નથી. રૂપાતીત થવું એટલે નિઃસંગ અવસ્થાને પામવી. અરૂપી બધી વસ્તુ નિર્લેપ હોય. પોતાના ગુણની પૂર્ણતા કરવા માટે બધા સાથે નિર્લેપતાથી રહેવાનું પ્રેમથી રહેવાનું. જીવને જીવ પ્રત્યે અનાદિકાળથી (નિગોદથી) દ્વેષનો પરિણામ છે. દ્વેષના પર્યાયોક્રોધ અને માન છે. ક્રોધના પરિણામથી આત્મા પોતાના સ્વભાવથી ચલિત થાય છે. ક્રોધના પરિણામથી સત્તામાં રહેલા પરમાત્માની આશાતના થાય છે. ક્રોધ આવે ત્યારે આત્મા પોતાના ગુણોથી પીછેહટ કરે છે. ૮ષના પરિણામને દૂર કરવાના ઉપાય. "સાધુ ભયા તો ક્યા હુઆ? ન ગયા મનકા દ્વેષ, સમતા શું ચિત્ત લાઈએ, અંતરદષ્ટિ દેખ." (અધ્યાત્મ બાવની) અંદરનું ગુરુત્વ પ્રગટાવવાનું છે. તે ગુરુ કૃપાથી શક્ય બને છે. मोक्षमूलं तु गुढकृपा / નિઃસંગ બનવાની ભાવનાઆવે તો આત્મામાં જેમ જેમ જ્ઞાનાદિવધે તેમસંગ વધે માન કષાયની વૃદ્ધિ થાય તે આત્મા માટે અનર્થકારી બને. 9 પૂર્વથી અધિક ભણેલો હોય તે ગમે તેવી અવસ્થામાં સમાધિ જાળવી શકે તેવા જ મુનિને ગીતાર્થ ગુરુ એકાકી વિહારની રજા આપે. જ્ઞાનસાર–૩ // 98