________________ જે પોતાના આત્માને દોષોથી બચવા યોગ્ય શિક્ષા આપી ગુણોમાં સ્થાપી ન શકે ત્યાં સુધી તે ગુરુનો ત્યાગ ન કરી શકે. માત્ર શાસ્ત્રજ્ઞાન કામ ન આપે તે માટે અનુભવી જ્ઞાની ગુરુની નિશ્રામાં રહેવું જોઈએ. આપણે સર્વજ્ઞના વચન મુજબ આરાધના કરવાની છે. સાધુનું સાધ્ય સર્વજ્ઞ વચનની આરાધના કરવી એ છે. સર્વજ્ઞના વચન મુજબ વાસ્તવિક આરાધના તે જ કરી શકે જે સર્વજ્ઞની આજ્ઞા તત્ત્વથી નિશ્ચય અને વ્યવહારથી સમજી, સ્વીકારી શકિત મુજબ આરાધે તે. आज्ञाराध्धा विराध्धा च शिवाय च भवाय च // * આજ્ઞાની આરાધના જીવને કલ્યાણ માટે થાય છે અને વિરાધના સંસાર માટે થાય છે. સર્વજ્ઞના વચન મુજબ જીવનને અર્પણ કરવું એટલે? સર્વજ્ઞના જ્ઞાનમાં આત્મા અને આત્માના ગુણો ઉપાદેય છે એ નિર્ણય મુજબ આત્માએ પોતાના આત્મવીર્યને ફોરવવું એ છે. સર્વજ્ઞ પરમાત્મા વચનથી પ્રતિસમય યાદ આવવા જોઈએ. સર્વજ્ઞનું મૂળ વીતરાગતા છે. વીતરાગતા આપણે સાધ્ય છે. આત્મા સિવાય પરને પકડવાનો ભાવ તેના પ્રત્યે આદરભાવ એ જ રાગનો પરિણામ છે. આત્માને પરમાં પ્રવર્તમાન ન થવા દેવું અર્થાત્ કાયા પર થતા રાગાદિના પરિણામથી પાછા હટવું. શરીરાદિના રાગના કારણે વાતાવરણની અસરમાં જીવ જલદી આવી જાય છે. ઠંડી વધુ છે, કેટલી બધી ગરમી છે આદિ. આત્માને વાતાવરણની અસર નથી કેમ કે તે સ્વભાવે વીતરાગ છે. માટે આપણે પણ વીતરાગમય બનવાનું છે. આત્મવીર્યને વીતરાગતા ગુણને પામવા આત્મામાં પ્રવર્તાવવાનું છે. વિનય દ્વારા ગુરુને સેવવાનાં છે. પાંચ અંગ નમાવવા એટલો જ અર્થ વિનયનો નથી. માન અને મિથ્યાત્વ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી ગુરુને જ્ઞાનસાર-૩ // 97