________________ સ્વોપકાર દબાઈ જાય છે. ગુ= ગુણાતીત. એટલે પોતાના ગુણો પ્રગટ કરવા માટેની સાધનાની જરૂર ન રહે ત્યારે ગુણાતીત અવસ્થા આવી જાય. રુ-રૂપથી પણ અતીત બની જવું અર્થાત્ રૂપને પણ ભૂલી જવું. સત્તામાં પડેલા પોતાના ગુરુપણાને પ્રાપ્ત કરવા માટે ગુરુનું શરણું સ્વીકારવાનું છે. એ વાત સમજાઈ જાય તો ગુરુના શરણે રહેવામાં વાંધો ન આવે. આપણે તરવું જ હોય તો જ આ વાતની શ્રધ્ધા આપણને થશે નહીં તો નહીં થાય. આત્મ તત્ત્વના પ્રકાશ માટે મારે નિસંગ બની ગુરુનો સંગ કરવાનો છે એ ભૂલી જવાયું છે. આત્મતત્ત્વ પ્રકાશ શાસ્ત્રના આધારે થશે. શાસ્ત્રને આધીન ગુરુ છે માટે ગુરુને આધીન થવાનું છે. ગુરુપાસે રહેલા શિષ્યએ ગુરુના જીવનમાંથી શીખવાનું છે. ગુરુનું જીવન શાસ્ત્ર મુજબ હોય અને જો શિષ્યને તત્ત્વજ્ઞાતા બનવું હોય તો માત્ર ગુરુનું જીવન જોયા કરવાથી તે પામી જાય, વગર ભયે શાસ્ત્ર પણ પરિણમન પામી જાય. મોક્ષ સર્વસંગથી રહિત અવસ્થા રૂપ છે. નિર્ણય થયા પછી સંગરૂપ સંસારમાં ઉપયોગ જાય ખરો? મોક્ષ આવો છે એવું યાદ નથી આવતું માટે દરેક અનુષ્ઠાન મોક્ષાભિમુખ નથી બનતું. તેથી દરેક આરાધનામાં મોહનો પરિણામ ભળી જાય છે. "હું શું છું ને મારામાં શું છે?" આટલી વિચારણા દ્વારા પરની ચિંતા ટળી જાય. પોતાના દોષોને જાણીને, દોષોનું નિવારણ કઈ રીતે કરી શકાય એવું સામર્થ્ય આવે ત્યારે પોતાના ગુરુ બની શકાય. બીજો ઉપાય ન મળતા શીલ રક્ષા માટે સમાધિ સાચવી આપઘાત કરે તો આરાધક ગણાય. જ્ઞાનસાર-૩ || 96