________________ સિંહ ગુફાવાસી મુનિને ગુરુએ ખાલી દુષ્કર કહ્યું અને સ્થૂલભદ્રજીને દુષ્કર. દુષ્કર કહ્યું તેથી સિંહગુફાવાસીનું માન ઘવાયું અને ગુરુની ના છતાં કોશા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા ગયા. પહેલાં જ દિવસે તેનું રૂપ જોઈને મનથી પડયા. ગુરુનો અનાદર કરવાનું શું ફળ મળે? આ જ ફળ મળે–પતન. માન અને મિથ્યાત્વ આ બે મહાદોષો મટે તો જ સાચા અર્થમાં વિનયગુણ પ્રગટી શકે નહિતર નિઃસંગ બનવાનો ભાવ ન આવે. પણ લોકપરિચયમાં જ એ ડૂબી જાય. 11 અંગ ભણ્યા પછી જમાલીને જગત ગુરુથી જુદા વિચરવાનું મન થયું. પોતાનું મહત્ત્વ વધી ગયું તેથી પરમાત્માની વાત કહે માણે કડે' ન માની અને નિદ્ભવ થઈ ગયા. જે વિનયી હોય છે તેને પોતાના મહત્ત્વની પડી હોતી નથી. તેને સર્વ ગુરુમાંજ દેખાય છે. આથી તે જે કંઈ સારું થાય તેને ગુરુકૃપાનું જ ફળ માને છે. જેનામાં આત્માર્થીપણું આવે તેનામાદેવ-ગુરુનું શરણાર્થીપણું આવે જ. આત્માર્થીપણું ન પ્રગટે તો અવશ્ય લોક પ્રવાહમાં તણાઈ જાય. જેને પોતાનો આત્મા વહાલો લાગે તેને ગુરુ વહાલા લાગે છે. ગુરુ તરફથી મળતી પ્રતિકૂળતા તેને મોક્ષનું ઔષધ લાગે. વાંકા વળીને બેઠેલા શિષ્યને ગુરુએ લાત મારી. શિષ્ય-"ગુરુની કેવી પ્રસાદિ મળી પવિત્ર ગુરુ ચરણનો સ્પર્શ થયો કેડ સીધી થઈ ગઈ." ગુરુની સાથે રહેવાથી પોતાનું મહત્ત્વ ન રહે તેથી જુદા થવાનું મન થાય. માનનું અર્થપણું હોવાના કારણે ગુરુ પાસે પણ પોતાનું મહત્ત્વ ઈચ્છે. ગુરુની ભક્તિ સિવાય શિષ્યની બીજી કોઈ અપેક્ષા ન હોય તો તેનું માન મરી જશે અને તે કર્મનું નિકંદન કાઢી શકશે. વર્તમાનમાં એકબીજાના સંબંધો કેમ બગડે છે? અપેક્ષાના કારણે. જ્ઞાનસાર-૩ // 99