________________ તેના પર મહાકરુણા વરસાવનાર હોય. શિષ્યના હિતમાં જો ઉપેક્ષા કરવામાં આવે તો સૌથી મોટો દંડ ગુરુને મળે. ગુરુ ક્રોધ કરતાં હોય પણ અંદર પ્રસન્નતાની છોળો ઉછળે. પોતે શિષ્યના મોહના પરિણામમાં ન આવે, ખોટી લાગણીમાં ન ખેંચાય અને ભગવાનની આજ્ઞાને પામી જે રીતે શિષ્યનું હિત થાય તે રીતે શામ, દામ, દંડ, ભેદનીતિ ગુરુએ અપનાવવાની છે. ગુરુ બનવાનો નહીં પણ ગુરુપણું પ્રગટ કરવાનો અભિલાષ થવો જોઈએ. ગુરુપણાને યોગ્ય ગુણો પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો. જો તેમ ન થાય તો પોતે સમર્થ થયા એટલે ગુરુને છોડી દે. ગુણની રૂચિ અને વૈરાગ્યમાં કચાશ હોવાના કારણે આવું બને. 3 આપણો પાંચમા આરામાં જન્મ કેમ? કેમ કે આપણી પૂર્ણતા પામવાની સાધનમાં ખામી રહી ગઈ. પૂર્વ કાંઈ ગોટાળા કરેલા છે માટે હવે વિશેષ પ્રયત્નવાળા બનવાનું છે. માટે મારે મારા આત્માનું તારકપણું પ્રગટ કરવું છે. गुरु गृहीत शास्त्रार्थः परां निःसंगतां गतः। मार्तण्डमण्डल समो भव्याम्भोज विकासनम् // ગુરુએ શાસ્ત્રના અર્થને ગ્રહણ કરી આત્મામાં પરિણમન પમાડ્યું. આથી તેઓ ઉત્કૃષ્ટ એવા નિઃસંગાણાના ભાવને પામ્યા અને સૂર્યમંડલ (આત્મા)ની જેમ ભવ્યરૂપી કમળોનો વિકાસ કરનારા થયા.જેમ સૂર્યવિકાસી કમળ સૂર્યથી વિકાસ પામે તેમ જેનું ભવ્યત્વ પરિપાક અવસ્થાને પામી ગયું છે તેના વિકાસમાં પરમાત્મા ગુરુ સહજ નિમિત્ત બનશે. જેને નિઃસંગપર્ણસિધ્ધપણું ગમ્યું તેને બીજા કોઈનો સંગ નહીં ગમે. 1 નિમિતોમાં રહેવા છતાં નિમિત્તો સ્પર્શે નહીં તે યોગી આજે સ્વોપકારને બદલે પરોપકારને મુખ્યતા અપાય છે તેથી જ્ઞાનસાર–૩ || 95