________________ જેઓના ગુણો ગણાય નહીં અને રૂપથી રહિત જેનું આત્મસૌંદર્ય છે તેવા સિધ્ધ ભગવંતો છે. માટે જ્યાં સુધી ગુણાતીત અને રૂપાતીત ન બનીએ ત્યાં સુધી ગુરુની જરૂર છે. જ્યાં સુધી પૂર્ણશુધ્ધ સ્વરૂપોનબનીએ ત્યાં સુધી ગુરુના ચરણકમલને સેવવાના પ્રસન્નચિત્તે તેમની સેવા કરવાની છે. "સ્વભાવે, વિભાવે રમતો તું ગુરુ અરૂ તું ચેલો.' સ્વભાવમાં રમતો હોય ત્યારે તું તારો ગુરુ અને વિભાવમાં રમતો હોય ત્યારે તું તારો ચેલો છે. પર્યાય એ સ્વભાવ છે સ્વભાવનું પરિવર્તન કરવાનું છે. પરમાં ગયેલા સ્વભાવને પરથી ખસેડી સ્વમાં સ્થિર કરવાનો છે. ગુરુ બની ફક્ત પરના ઉપકારનું જ જેને લક્ષ હશે, પણ પોતાના ઉપકારનું લક્ષ નહીં હોય તો ભવભ્રમણ વધી જશે. સ્વ–પર શાસ્ત્રના પરમાર્થને જાણનારા હોય તે ગુરુ સ્વ–પરહિતમાં તત્પર હોય.અહિત થતું હોય તે ખબર પડે તો તેમાં ઉદાસીન બને.હિત કરનારો થાય તો સમજવું કે પરમાર્થ આત્મામાં પરિણમન પામી રહ્યું છે. શાસ્ત્રો ભણી મારે કર્મોનો ભાર ઉતારવો પડશે. તે માટે પ્રથમ કષાયોના ભારથી હળવું બનવું પડશે. હું પદ માન પદની વૃધ્ધિ કરાવી, નીચા પદને પમાડનાર થાય છે. નીચી ગતિ બાંધવાની શરૂઆત થઈ જાય છે. જે ગુરુ પોતાનું અહિત ન ચલાવી લે તે શિષ્યોના અહિતને કેવી રીતે ચલાવી લે? 'આત્મવત્ સર્વ ભૂતેષુ' બીજાના અહિતમાં તે પોતાનું અહિત જોનાર હોય. ગુરુ હમેશા ગંભીર હોય. શિષ્યના ગમે તેટલા દોષો જુએ તો પણ જ્ઞાનસાર-૩ // 94