________________ "આશા ઔરનકી કયા કાજે? અવધ, શાન સુધારસ પીજે." ગુરુ પરમાત્માના પરમ જ્ઞાનમાં મસ્ત હોય અને બીજાને પણ એ જ્ઞાનસુધારસનું પાન કરાવનારા હોય. સાધક આત્મા જ્યાં સુધી ગુરુમાં રહેલા પૂર્ણ ગુણો પામે નહીં ત્યાં સુધી તેણે ગુરુને છોડવાના નથી પણ ગુરુની સેવા કરવાની છે. धन्ना ते जीवलोए गुरुवो निवसंति जस्स हिअयम्मि / धन्नाण वि सो धन्नो गुरुणं हियाए वसइ जो // તે જીવને ધન્ય છે કે જેના હૃદયમાં ગુરુનો વાસ છે પણ તે ધન્યાતિધન્ય છે કે જે ગુરુના હૃદયમાં વસે છે. ગુરુના હૃદયમાં સ્થાન પામવું સહેલું છે કેમ કે તેમને બહારની પ્રશસ્તિની કોઈ જરૂર નથી. તેમના હૈયાને ઓળખી લેવું જોઈએ અને આપણી ઇચ્છાનો ત્યાગ કરવો જોઈએ. ગુરુથી હજારો ગાઉ દૂર હોય પણ ગુરુની આજ્ઞા–ઇચ્છા મુજબ જીવે તો ગુરુનો સેવક જ છે. ગુરુપણું ન સમજાય તો ગુરુની બાજુમાં રહીને પણ ગુરુની આશાતના વિશેષ થાય. પોતાના ગુરુ બનવાની જેને અભિલાષા હોય તેને જગતના ગુરુ બનવાની અભિલાષા ન જાગે. गृहणाति सम्यक् शास्त्र तत्त्वं - इति गुरुः / જે શાસ્ત્રના તત્ત્વને સમ્યગ રીતે ગ્રહણ કરે અને બીજાને પણ તે પ્રમાણે જ પમાડે તે ગુરુ છે. ગુ= અંધકાર, ૩-નાશ કરે. જેઓ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરે તે ગુરુ. જ્ઞાનસાર-૩ | 93