________________ છે. હવે સાધના દ્વારા તેને પ્રગટ કરવાનું છે. જેઓએ સાધ્યને પ્રગટ કર્યું છે એવા આત્માની સહાય લઈ સાધ્યને પ્રગટ કરવાનું છે. જેણે ગુરુપણું સ્વીકાર્યા પછી પોતાના અને પરના હિતની ચિંતા નથી કરી તે કસાઈ કરતાં પણ ભંડો છે. જે આત્મા ખૂબ ભણ્યો પણ વિવેક બુધ્ધિ ન પ્રગટી તો તે ભણ્યાનો ભાર વધારે કેમ કે ભણેલું આત્મામાં પરિણામ ન પામ્યું. જેમ વેપારી વેપારમાં કેટલો લાભ નુકશાન થયું તે વિચારે તેમ આપણને સમતાનો કેટલો લાભ નુકસાન થયું તે વિચારવાનું છે. મને જ્ઞાનનો લાભ થયો તો તે જ્ઞાન દ્વારા મારામાં સમતા આવી કે અભિમાન આવ્યું? આવી ચિંતનની ચિનગારીઓ આત્માને સ્પર્શી જાય તો પાપોના પૂંજને બાળી નાખતા વાર નથી લાગતી. કોઈ આપણું સહેજ પણ હલકું બોલે તો આપણને કેટલું ગમે? ન ગમે. કેમ કે આત્મા મહત્વાકાંક્ષી છે. સારું શું છે? તેનો નિશ્ચયનથી તેથી લોકની અપેક્ષાએ સારા-નરસાની વ્યાખ્યા કરે છે. લોકના સર્ટીફીકેટ ખપે છે. જ્ઞાનીના સર્ટીફીકેટ ખપતા નથી. આત્મા એક દ્રવ્ય છે. તેનામાં પાંચ ગુણો રૂપી પાંચ ધર્મ રહેલા છે અને તેનો લાભ આત્માએમેળવવાનો છે. ગુરુની જરૂર શા માટે? ભવસાગરને તરવા માટે જ ગુરુની જરૂર છે. ધ્યાનામૂલગુરી મૂર્તિ, મનમૂલ તુ ગુરોઃ વચા, પૂજામૂલં ગુરોઃ પાદી, મોક્ષ મૂલં ગુરુ કૃપા. આપણી કોઈનિંદા કરે તે ગમતી થાય તો સમતા સહેજે આવીને વરે. જ્ઞાનસાર-૩ // 91