________________ આલંબન ધ્યાન નિરાલંબનમાં લઈ જાય તો તે સાલંબન ધ્યાન ઉપયોગી કેમ કે સાલંબન ધ્યાનમાંથી નિરાલંબનમાં જવાનું છે. પોતાનું જ આલંબન લઈ પોતાનામાં પૂર્ણતા પ્રગટાવવાની છે. જો સાધનામાં ઉપયોગ હોય તો સંવેગ રૂપ ફળવાની સાધના બને છે. જે પોતાનું નથી તેને છોડવાનો જેના હૈયામાં ભાવ હોય તે મુમુક્ષુ અને જે છોડવાની શરૂઆત કરે તે મુનિભાવ સંપૂર્ણપણે જે છોડે તે પરમાત્મા. જો આપણે શુદ્ધાવસ્થા પકડીશું તો વર્તમાનકાલીન બાહ્ય અવસ્થા પર કરુણા પ્રગટશે. આપણે બાલ્યાવસ્થા પકડીએ છીએ માટે બહાર ફેંકાઈ જઈએ છીએ, આપણે તો મોહના ઉદયને પકડવાનો પુરુષાર્થ કરવાનો છે. 0 ખમાસમણની ક્રિયા આત્માનુભૂતિ રૂપ ક્યારે બને? વિરતિમક્રિયાનિર્જરાનું કારણ બને વીતરાગતાની અનુભૂતિનું કારણ બને. વીતરાગને વંદન શા માટે? તેમની વીતરાગતા ગમી ગઈ છે માટે ને? વંદન કરતાં ઉપયોગ હોવો ઘટે કે સત્તામાં હું પણ વીતરાગ છું. ભવ્ય છું માટે વિતરાગતાને પામવાની યોગ્યતા મારામાં છે. માટે હું પણ વીતરાગતાને પ્રગટ કરી આત્માના સુખને અનુભવી શકું તેમ છું તેથી તેને પ્રગટ કરવા હું વંદન કરું છું. ઉપયોગ વિનાની ક્રિયા સંમૂર્છાિમ ક્રિયા છે. વંદનમાં નિસહિયાએ પદથી વીતરાગતાને અનુભવવાસિવાય મારું આત્મવીર્યહવે બીજે ક્યાંય પ્રવર્તશે નહીં. મારો આત્મા રત્નત્રયીમાં જ તર્ગત પરિણામ સ્વરૂપે બની જશે. સ્વ પાંચ ગુણો દ્વારા વીતરાગ ભાવમાં તર્ગત બને ત્યારે આત્મામાં પરમ તૃપ્તિનો અનુભવ થાય છે. જીવે ઉપકારી એવા નિમિત્ત કારણોને પણ છોડવાના છે. કેમ કે અંતે જ્ઞાનસાર–૩ || 89