________________ તો જીવે સ્વભાવ સ્વરૂપે થવાનું છે. અરિહંત પરમાત્માનો પણ ત્યાગ કરવાનો હોય તો ગુરુનો પણ સુતરાં ત્યાગ હોય જ! જ્યાં સુધી જીવ પોતાનું ગુરુપણું પ્રગટ ન કરે ત્યાં સુધી તેણે ગુરુને સેવવાના છે પછી ગુરુનો પણ ત્યાગ કરવાનો છે. તીર્થંકર પરમાત્માને ગુરુની જરૂર કેમ નહીં? ત્રણ જ્ઞાન સાથે લઈને આવ્યા છે. તેમજ પૂર્વભવોમાંવીતરાગદશાની પણ એવી સાધના કરી છે કે ભોગો ભોગવતી વખતે પણ શ્રત ધર્મના ઉપયોગમાં રમતા હતા.અપૂર્વકર્મનિર્જરા કરતા હતા અને તે દ્વારા એવું સામર્થ્ય કેળવ્યું કે તેઓ સ્વભાવ ધર્મમય બની ગયા તેથી તેઓને ગુરુની જરૂર નહતી. તેઓની વિરાગદશા પણ વિશિષ્ટ કોટિની હોય છે. સાધક એવા આત્મામાં જ્યાં સુધી ગુરુપણું પ્રગટ ન થાય ત્યાંસુધી ગુરુ નિશ્રાએ રહી સાધના કરવાની છે. સાધ્યની સાધના કરે તે સાધક પોતાના સાધ્યનું જેને ભાન નથી તે વાસ્તવમાં સાધક જ નથી. વર્તમાનમાં વેષ ધારણ કર્યો છે, ક્રિયાયોગને ધારણ કર્યો છે, આજ્ઞા યોગને ધારણ કર્યો છે. છતાં આપણે સાધક ખરાં? હું સાધક છું એ ઉપયોગ આપણને ખરો? હુંસાધક છું તો મારું સાધ્ય શું? સાધ્યને સિદ્ધ કરવા માટે સાધના કઈ? જો ઉપયોગ શુધ્ધ હોય તો આપણે આપણામાં છીએ એ નિશ્ચિત થાય છે. અજીવમાં આત્માનો ઉપયોગ ન ઘટે. અંદર પડેલા સિદ્ધત્વને પ્રગટ કરવામાં બાધક મોહનીય કર્મબને છે. જ્ઞાન ધ્યાનના અભિલાષી મુકિતના અભિલાષી એવાઓને પણ મોહે હંફાવી દીધા છે માટે તેનાથી જ સાવધ રહેવાનું છે. મારું સાધ્ય મારી પાસે જ છે, પણ કર્મના કારણે તિરોહિત થઈ ગયું જ્ઞાનસાર–૩ // 90