________________ ઉપયોગ આવે છે ખરો? ક્ષમા અને શ્રમણપણું ઇચ્છું છું. ક્ષમાથી ગુણની શરૂઆત થાય છે અને શ્રમણમાં ગુણની પૂર્ણાહૂતિ થાય છે. ક્ષમાવિનાનો શ્રમણ હોઈ જ ના શકે. આત્માના ગુણોની પૂર્ણતા માટે પૂર્ણ ગુણીને વંદન કરવાના છે. ખમાસમણ આપતી વખતે કાયાને હેય માની કાયા દ્વારા કાયાની મમતાનો ત્યાગ કરવાનો છે. આ સમ્યક ચારિત્રનો પરિણામ છે. કોઈપણ જાતની આશંસા વગર ખમાસમણ અપાય તે સમ્યક તપનો પરિણામ છે. 17 સંડાસાપૂર્વક ખમાસમણ આપવા દ્વારા વીર્યાચારનું પાલન થયા છે. ઉલ્લાસપૂર્વક ભાવથી સ્વભાવ સન્મુખ બનવા જે ક્રિયા કરે તે વીર્ય પરિણામ છે. હું પુરુષ છું કે સ્ત્રી છું? તે પૂછવું પડે? તેમાં જ્ઞાનનો ઉપયોગ મૂકવો પડતો નથી. કેમ કે તેનો સહજ ખ્યાલ છે. તેમ આત્માના વિષયમાં વારંવાર અભ્યાસ પાડ્યો નથી માટે ઉપયોગ મૂકવો પડે છે. ગાથા : 5 ગુર– સ્વસ્ય નીતિ, શિક્ષાસાભ્યન યાવતા આત્મતત્વપ્રકાશન, તાવસેવ્યો ગુરુત્તમઃ પાં ગાથાર્થ: જ્યાં સુધી ગ્રહણ અને આસેવન એ બને શિક્ષાના સમ્યફ પરિણમનથી શુધ્ધ આત્મસ્વરૂપના બોધ વડે પોતાના આત્મામાં ગુરુપણું ન આવે ત્યાં સુધી ઉત્તમગુરુને સેવવા જોઈએ. આત્માનો મૂળભૂત સ્વભાવ જ આત્મા સાથે રહેવાનો છે. સ્વમાં સ્થિર થવાનો અને કોઈની પણ સહાય ન લેવાનો આત્માનો સ્વભાવ છે. પરનું આલંબન લઈ પરથી છૂટા થવાની સાધના કરવાની છે. ગુરુનો પણ ત્યાગ કરવાનો છે કારણ ગુરુપણ પર છે. ગુરુ પાસે સાધુધર્મોના આચારોનું જ્ઞાન મેળવવું એ ગ્રહણ શિક્ષા અને આચારોનું પાલન કરવું એ આસેવન શિક્ષા છે. જ્ઞાનસાર-૩ || 88