________________ જે પાસે આવે તે બળેલો હોય પણ ઠરીને પાછો જાય તેવું સાધુપણું છે. પાંચે ઈદ્રિયોના વિષયોમાં મનને ન જવા દેતે શ્રમણ. ખાવું-પીવું એ આત્માનો સ્વભાવ નથી. પાણીમાં શીતળતા અને કોમળતા છે માટે જીવને પાણીમાં રાગ થાય છે. તેથી તે સમતા પ્રગટાવવામાં બાધક બને છે. પરિષહોને સહન કરી, દોષોનું નિવારણ કરવાનું છે તેના બદલે આપણે પરિષદોમાં પીછેહટ કરીને દોષોને સેવ્યાં તેથી મોહની વૃધ્ધિ થઈ. નાના નાના દોષોનું નિવારણ કરવાને બદલે અનુકૂળતાની શોધ કરી મોહને તગડો બનાવ્યો તેથી નાની નાની વાત પણ આત્મા સહન નથી કરી શકતો. ગુણોના પક્ષપાતી મટીને દોષોના પક્ષપાતી બની ગયા. આપણે આપણા દોષોની શોધમાં હોઈએ ને કોઈ દોષ બતાવે તો તે ઉપકારી લાગે. આપણે સારા દેખાવું છે તેથી કોઈ દોષ બતાવે તે ગમતું નથી. ત્યાગ કરવા માટે આત્મા મનુષ્યભવમાં જ સમર્થ બને છે, બાકીના ભવોમાં સમર્થ નથી બનતો. પોતે આત્મા છે,ગુણોથી ભરેલો છે એવું જ્ઞાન થવા છતાં મિથ્યાત્વના કારણે તેને પોતાના ગુણોની રુચિ થતી નથી પણ પુદ્ગલમાં જ રહેવાનું ગમે છે. મોહનો પરિણામ પુગલના સંગમાં રહેવાનો રુચિનો પરિણામ ઊભો કરે છે. માટે આપણને પુગલનો સંગ છોડવો ગમતો નથી. મોક્ષમાર્ગની આરાધના કરવી એટલે પુદ્ગલના સંગથી છૂટવાની પ્રક્રિયા કરવાની. પુદ્ગલ ધર્મને છોડી આત્માના ધર્મને પકડવાનો છે. એ જ ધર્મારાધના છે. જાણવા–જોવાનું સર્વને પણ માણવાનો માત્ર પોતાને છે. એક જ સમયમાં જીવ દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ બધા પરિણામોને વેદતો હોય તે અભેદ રત્નત્રય છે. જ્યારે આત્મામાં નિર્ણય થશે કે આ મારું છે અને આ પર છે, ત્યારે જ્ઞાનસાર-૩ || 86