________________ તેને પોતાને પામવાની તીવ્ર તાલાવેલી ઉત્પન થશે. કેમ કે તત્ત્વની રુચિ એ જ સમ્યગદર્શન છે. પરમાત્મામાં રહેલા ગુણોનો ઉપયોગ પરમાત્મા થવા માટે કરવાનો છે. એમનું આલંબન લઈ આપણા આત્મામાં પણ એ ગુણો છે તેનો નિર્ધાર કરવાનો છે અને રુચિ પોતાના ગુણોની કરવાની છે. પોતાના આત્મા પર આદર આવે ત્યારે જ પરમાત્મા પર આદર આવે. જ્યાં સુધી આત્મા આત્મતત્ત્વને જાણતો નથી ત્યાં સુધી તે પરમાત્માને પણ જાણતો નથી. પરમાત્માએ કેવલજ્ઞાનમાં કેવલજ્ઞાનને પ્રગટ કરવાના ઉપાયો જાણ્યા ને ઉપદેશરૂપે આપણને આપ્યા. આત્માના ગુણોને પ્રગટ કરવાનો સ્વયં પુરુષાર્થ કર્યો અને એ પ્રગટ થયેલા ગુણો દ્વારા એ વાત જોઈ તેથી જગતને તેનો ઉપાય બતાવ્યો. "સ્વમાં વસ, પરથી ખસ. આટલું બસ." પોતાના ગુણોને પ્રગટ કરવાનો ઉપાય દીક્ષા ધર્મ છે. દરેક યોગમાં શુધ્ધ ઉપયોગ ધારા વહેતી મૂકીને આત્માનું જે ચેતના તત્ત્વ છે તેને જાગૃત કરવાનું છે. કામ વીર્ય વશે જેમ ભોગી તેમ આતમ થાય ઉપયોગી, શ્ર પણે જે આતમ ઉપયોગી, તે થાય અયોગી.' (પૂ. આનંદઘનજી મ.) જો આત્મા સ્વ ઉપયોગમાં હશે તો કોઈપણ યોગમાં પરમાનંદની અનુભૂતિ કરશે. રત્નત્રયીને સાધવાનું જ લક્ષ રહેતો કોઈ કાર્યમાં કંટાળો નહીં આવે. | સ્વભાવનો લાભ થાય તો પછી બીજું કઈ મેળવવાનું બાકી રહેતું નથી. એ પ્રમાણે આત્મગુણોથી સંપન્ન બનેલો મુનિ પરમાં નિઃસ્પૃહ બની જાય છે. આપણે માવજજીવનું સામાયિક લીધું પછી ક્રોધ, માન, માયા, લોભ કરાય? અને કરીએ તો આપણું સામાયિક ખંડિત થયા વિના રહે ખરું? એ જ્ઞાનસાર-૩ || 87