________________ જીવને આજ્ઞાયોગની પરમ રુચિ હોય, તે પ્રમાણે ન વર્તી શકે તો પારાવાર પશ્ચાતાપ હોય. ઉપયોગપૂર્વકનવકારશી કરનારા છ માસના તપસ્વી જેટલી નિર્જરા કરી શકે. જીવે આહારની ગવેષણા નહીં પણ તે દ્વારા જીવની ગવેષણા કરવાની છે. મારા દ્વારા કોઈ જીવને કિલામણા તો નથી થઈને?૪૨ દોષરહિત ગોચરી પણ મારા રાગદ્વેષનું કારણ નથી બનતી ને? તો તે પ્રધાન દ્રવ્ય બનશે.નિર્જરાનું કારણ બનશે. જો ગવેષણા બરાબર થાય તો ગર્વન આવે. રાગ-દ્વેષ થાય તો ભાવહિંસા થાય.વિરતિના પાલનમાં ગુર્વાજ્ઞા પ્રધાન છે. ગુરુના બંધનમાં રહેવાનું છે. સંસારનું બંધન તોડવા ૧લું બંધન જિનાજ્ઞાનું સ્વીકારવાનું છે. આત્માથી તપ નથી થતો તો તપસી પરનું બહુમાન પણ આત્માને તારે છે. ગુણના અર્થી સારું ઘટાવે. ગુણાનુરાગ હોવાથી કુરગડુમુનિના પાત્રમાં તપસી થૂક્યા તો વિચારે છે કે હું આને જ યોગ્ય છું. તેઓએ તો ભાતમાં ઘી નાખ્યું. તપના સાચા બહુમાનથી તપસ્વી પર બહુમાન આવ્યું તેથી તેમનો ગળફો પણ ઘીરૂપ લાગ્યો. તેના પરિણામે કેવલજ્ઞાન લાધી ગયું. નિમિત્ત વિના આત્મામાં ક્ષયોપશમ ભાવ પ્રગટ થાય, તે છેલ્લા અંતર્મુહૂર્ત પછી ક્ષાયિક ભાવમાં પરિવર્તન પામે છે ત્યારે તે તાત્ત્વિક બને છે. 0 જિનના દર્શન કરતા નિજના દર્શન કયારે થાય? જે આત્મા હવે સંપૂર્ણપણે પરમાં નથી, સ્વ-સ્વભાવમાં સ્થિર થઈ ગયા છે તે પરમાત્મા. તેઓમાં સંપૂર્ણ સ્વભાવ અને સ્વરૂપનો ઉઘાડ થઈ ગયો છે. તે પરમાત્મા જેના દર્શનથી સ્વાત્માનું દર્શન થાય. "ભાસ્યો આત્મસ્વરૂપ, અનાદિનો વિસર્યો હો લાલ...' પરમાત્મતત્ત્વપ્રત્યે જેટલું બહુમાન તેટલા અંશે મિથ્યાત્વ ઓગળશે અને સ્વાત્માની ઓળખ થશે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ નિક્ષેપે જ્ઞાનસાર-૩ || 84