________________ સુધી જીવ પોતાના આત્માને તીર્થરૂપે નહીં સ્વીકારે ત્યાં સુધી આ જિનશાસન તેને ફળશે નહીં, અને ભવમાં ભ્રમણ કર્યા કરશે. કર્મના ઉદયથી જીવને પ્રાપ્ત થતી સામગ્રી પર બહુમાનભાવ થાય તેના ફળરૂપે ભવની પ્રાપ્તિ થાય. જ્યારે આત્મા પોતાના આત્માને તીર્થરૂપ માનશે ત્યારે જ તે તેની આશાતનાથી બચશે. આપણને સ્થાવર તીર્થની આશાતનાનો ભય છે પણ જંગમ તીર્થની આશાતનાનો ભય નથી. આત્મા સિવાય શરીર આદિ બાહ્ય સંપત્તિ પરનો મમતા પરિણામ હટી જવોતે જ વૈરાગ્ય. પરમાતે પીડાની અનુભૂતિ કરે અને સ્વમાં તે સહજાનંદ અનુભવે. સ્વ રસ એ સબરસ છે અને પરરસ એ પરાધીનતા છે. શાસ્ત્રોરૂપી શસ્ત્ર (અસ્ત્રો) લઈને જીવે ચિત્તમુંડન કરવાનું છે. તે શાસ્ત્રના ઉપયોગ દ્વારા આત્મા ધારદાર વિશુદ્ધિ દ્વારા પાપકર્મોને બાળનારો બને છે. નવકારથી માંડી 14 પૂર્વોનો સ્વાધ્યાય એ ચિત્તમુંડનની પ્રક્રિયા છે. તે જ નવકારનો સાર છે. 1 નવકારને સમજવા માટે 14 પૂર્વો ભણવાનાં છે. મોક્ષને પામવાના બે માર્ગ છે. (1) સ્વયં ગીતાર્થ બનવું, (2) ન બની શકો તો ગીતાર્થના શરણે રહેવું પણ પોતાની બુધ્ધિ કામે લગાડવી નહીં તો મોક્ષમાર્ગ અતિ સરળ છે. ઉત્સર્ગથી આત્માએ ગુપ્તિમાં રહેવાનું છે, ગુપ્તિમાં ન રહી શકે તો અપવાદ સમિતિનું પાલન કરવાનું છે. બાહુબલી એક વર્ષ ગુપ્તિમાં રહ્યા પણ કેવલજ્ઞાન ન થયું. માન બેઠેલું હતું પણ ભૂલ સમજાણી અને સમિતિરૂપ ડગલું ભર્યું ને કેવલજ્ઞાનની પ્રાપ્તિ ગુપ્તિમાં નહીં પણ સમિતિના પાલનમાં થઈ. * સમ્યગદર્શન એટલે કાયામાંથી નીકળવાનો ભાવ અને વિરતિ એટલે કાયામાંથી છૂટવાનો પુરુષાર્થ. વીતરાગ કાયામાં હોવા છતાં કાયાથી પર થઈને રહેનારા. જ્ઞાનસાર-૩ || 83