________________ તેના મનમાં અપરંપાર ઉદ્વેગ-પશ્ચાતાપ હોય છે. એ પશ્ચાત્તાપ જ આખરે જીવને યથાર્થજ્ઞાન સુધી લઈ જાય છે. એ જ્ઞાન અત્યંત દુર્ભેદ્ય એવી રાગદ્વેષ અનેમિથ્યાત્વની ગ્રંથિનો ભેદ થયા પછી જ પ્રાપ્ત થાય છે. અર્થાત્ સમ્યગદર્શન જ હોય છે. (3) તત્ત્વસંવેદન જ્ઞાન - તત્ત્વના સ્પષ્ટ ખ્યાલપૂર્વક હેય અને ઉપાદેયનો વિવેક હોય અને તદનુકુળ નિવૃત્તિ કે પ્રવૃત્તિ હોય. તત્ત્વસંવેદનમાં જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ ત્રણે આત્મગુણોનું સમ્ય રીતે નિયોજન થતું હોવાથી તે જ મોક્ષમાર્ગ છે. આ જ્ઞાનથી જ શુધ્ધ સામાયિકની પ્રાપ્તિ થાય છે અને નિરતિચાર ચારિત્રનું પાલન શક્ય બને છે. * સર્વશના કથન મુજબ હેયનો હેય રૂપે સ્વીકાર કરી હેયનો ત્યાગ કરવાનો છે. સર્વજ્ઞના કથન મુજબ ઉપાદેયનો ઉપાદેયરૂપે સ્વીકાર કરીને તે આદરવાનું છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો શરીર પ્રત્યે ઉદાસીનભાવમાં રહેલો હોય. આપણે કોઈની સાથે મમત્વથી બંધાયેલા છીએ માટે આપણા ચિત્તની પ્રસન્નતા નથી. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને પ્રધાન ચિંતા પોતાના આત્માની હોય. સ્વાધ્યાય, સંયમ, તપ આદિ ગુણોને સાધવાનું મન થાય. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળાને વિરતિનો પરિણામ તીવ્ર હોવાથી તે સંયોગોથી વિરકત થાય છે. તેમ જ વર્તમાન સંયોગોમાં સંગથી કઈરીતે છૂટાય તેની વિચારણા કરી તે નિઃસંગ દશા તરફ આગળ વધે છે. જેને સંયમની પ્રધાનતા હોય તેને ખાવા પીવાની પ્રધાનતા ન હોય. ઈર્યાસમિતિની સજ્જામાં પૂ. દેવચંદ્રજી મ. કહે છે. "એ શરીર ભવમૂળ છે, તસુ પોષક આહાર જીવ અયોગી નવિ હુએ ત્યાં સુધી અનાદિ આહાર." (7) જ્ઞાનસાર–૩ || 81