________________ પકડે છે તેથી સમતાનો પરિણામ આવી શકતો નથી. આત્માની 4 અવસ્થાઓ પર મોહનો પરિણામ વધઘટ થાય. અવ્યાબાધ ગુણદબાય એટલે શાતા–અશાતા આવે. તેબને પુગલના પરિણામ છે. સમતામાં ચારેય અવસ્થા બાધક છે. 1 જ્ઞાન ત્રણ પ્રકારે છે. (1) વિષય પ્રતિભાસ - મિથ્યાત્વીને હોય. (2) આત્મ પરણતિમત્ તત્વ પ્રતિપત્તિ - સમ્યકત્વને હોય. (3) તત્ત્વ સંવેદન - સાધુ ભગવંતોને અર્થાત્ છઠા ગુણઠાણાવાળાને હોય. તત્ત્વને જીવનમાં આચરી અનુભવે. (1) વિષય પ્રતિભાસ શાન - જેમાં ઈદ્રિયગોચર વિષયનો પ્રતિભાસ હોય પણ તેના હેય કે ઉપાદેય અંશોનો ખ્યાલ ન હોય, વિવેક ન હોય. જ્યાં સુધી જીવને હેય અને ઉપાદેયનો વિવેક ન હોય ત્યાં સુધી અનેક પ્રકારની ભૂલો થવા સંભવ છે. તેથી વિષય પ્રતિભાસજ્ઞાનને અનેક અપાયો = દુઃખોનું કારણ માનવામાં આવે છે. બાળક એમ જાણે છે કે આવિષ-ઝેર કહેવાય, આ કાંટો કહેવાય અને આ રત્ન કહેવાય. પણ ઝેર શા માટે ન પીવાય? કાંટો શા માટે દૂર ફેંકી દેવો જોઈએ અને રત્નને શા માટે રાખી દેવું જોઈએ? એનું કારણ તે જાણતો નથી. તેથી સંભવ છે કે તે ઝેર પી જાય, કાંટાને પાસે રાખે અને રત્નને ઘા કરીને ફેંકી દે.વિષય પ્રતિભાસ જ્ઞાનમાં આ પ્રમાણે જ સમજવું. (2) આત્મપરિણતિમતું શાનઃ- જેમાં વસ્તુના હેય. ઉપાદેયપણાનો વિવેક હોય પરંતુ તદુસાર નિવૃત્તિ-પ્રવૃત્તિ ન હોય. આ જ્ઞાનવાળો એમ જાણે છે કે પાપ, આશ્રવ અને બંધ એ ત્રણે તત્ત્વો હેય છે. સંવર તથા નિર્જરા ઉપાદેય છે. પરંતુ ચારિત્ર મોહનીય કર્મના આવરણોનો હજી હ્રાસ થયેલો ન હોવાથી એને અનુકૂળ ત્યાગ અથવા આદર કરવા માટે તેનો વીર્ષોલ્લાસ જાગતો નથી. આ જ્ઞાનવાળો પાપ, આશ્રવ અને બંધના હેતુભૂત વિષયકષાયાદિનો ત્યાગ કરી શકતો નથી અને સંવરાશિમાં પ્રવૃત્ત થઈ શકતો નથી. પરંતુ તે માટે જ્ઞાનસાર-૩ || 80