________________ લઈને હુંભવસમુદ્રમાં ડૂબી તો નહીં જાઉંને? સર્વજ્ઞતત્ત્વવડે જ્યારે સંસારના સર્વ સુખોમાં દુઃખ પીડાની પ્રતીતિ થાય અને આત્મ સુખની રૂચિ થાય ત્યારે વાસ્તવિક જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટ થાય. પછી અનુકૂળતાના ત્યાગ રૂ૫ અને પ્રતિકૂળતાના સ્વીકારરૂપ મોક્ષ માર્ગની સાધના શરૂ થાય. આત્માના ગુણો તત્ત્વ સ્વરૂપ છે. જ્યાં સુધી આત્મા ગૃણમય નથી બનતો ત્યાં સુધી તે તાત્ત્વિકનથી. ભગવાને ગણધર ભગવંતોને ત્રિપદીરૂપતત્ત્વ આપ્યું. ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા. દ્રવ્ય હોય એ ધ્રુવ સ્વરૂપે હોય. તેમાં ગુણો રહેલા હોય. તેમાં રહેલા પર્યાયો ઉત્પન્ન થાય અને નાશ પામે છે. ગુણો સ્વભાવરૂપ છે. પોતાના ગુણરૂપ આત્માનબને ત્યાં સુધી એ અતાત્ત્વિક છે. આત્માને પોતાના જ્ઞાનગુણ માટે કોઈ આલંબનની જરૂર નથી. પણ જ્યાં સુધી તે કર્મથી ઘેરાયેલો છે ત્યાં સુધી તેને પરનું આલંબન લેવું પડે છે એ જીવની નબળાઈ છે. a mય એટલે શું? સર્વજ્ઞ પરમાત્માએ જેનું અસ્તિત્વ છે તેને દ્રવ્ય કહ્યું છે અને તે ગુણ પર્યાય સહિત હોય અને તે શેય છે. શેયને જે સ્વરૂપે છે તે સ્વરૂપે બતાવે છે. તે શ્રધ્ધાથી ગ્રહણ કરવું એ જ સમ્યગદર્શન છે. * આત્મા દ્રવ્ય છે. કેવું દ્રવ્ય છે? તેનું સ્વરૂપ શું? આત્મા સ્વરૂપથી અવ્યાબાધ, અક્ષય, અરૂપી છે, અગુરુલઘુ છે. * અઘાતિ કર્મનો ઉદય આત્માના સ્વરૂપને ઢાંકે છે. ઘાતિ કર્મનો ઉદય આત્માના સ્વભાવને ઢાંકે છે. અક્ષયસ્થિતિ - આયુષ્યનો ક્ષય થતાં અક્ષયસ્થિતિ પ્રાપ્ત થાય છે. આત્માના અસંખ્ય પ્રદેશો અક્ષય છે. આયુષ્ય કર્મના કારણે 10 પ્રાણરૂપે આપણે છીએ તેવો ભ્રમ ઊભો થાય છે. ભ્રમ છે માટે ભય છે. ભ્રમ જ્ઞાનસાર-૩ || 78