________________ કાયા પરની મમતા વધે તો રૂપમાં પૂરાવું પડે છે. આયુષ્ય કર્મમોહની હાજરીમાં જ બંધાય છે. ક્ષાયોપથમિક ભાવમાં મોહનો ઉદય રહેલો છે. તેમાં જો સાવધ ન રહ્યાં તો આત્મસંગને બદલે પરસંગમાં જતાં વાર નહીં લાગે. જો મોહને બરોબર ન પકડ્યો તો પાપ્ત ગુણથી પડવાનું થાય. આત્માએ મોહની સામે યુધ્ધ કરવાનું છે. સમ્યગુદર્શન આવે એટલે વિચારધારા-જ્ઞાનધારાવિશુધ્ધતર બનતી જાય. ૪થા ગુણસ્થાનકે સંગને હેય માનવા છતાં ચારિત્ર મોહનીયનો ઉદય પરના સંગને પકડી રખાવે છે. 1 થી 4 ગુણસ્થાનક દષ્ટિ પ્રધાન છે. સર્વજ્ઞએ કહ્યા પ્રમાણે દરેક વસ્તુના સ્વરૂપને સ્વીકારે. હેયોપાદેયના પરિણામપૂર્વક સ્વમાંરુચિ અને પરમાં અરુચિ થાય. સમ્યગુદર્શન એ મોક્ષનું બીજ છે. તે આવે એટલે વીતરાગના ધર્મ પ્રત્યે પ્રીતિ–ભકિતનો પરિણામ ઉલ્લસિત થાય છે. નિશ્ચય અને વ્યવહારના ઉપયોગપૂર્વક સર્વજ્ઞના અવલંબને જેઓ આગળ વધ્યા તેઓ પૂર્ણ બની ગયા. દા.ત. કુરગડુ મુનિ. વૈરાગ્ય વિનાની વિરતિ નિષ્ફળ છે. 3 વૈરાગ્ય 3 પ્રકારનાં છે. (1) દુઃખગર્ભિત વૈરાગ્ય - સુખની અભિલાષા પૂરી થાય નહીં તેથી વૈરાગ્ય આવે. માટે અહીં આવ્યા પછી પ્રતિકૂળતા આવે તો નાસીપાસ થઈ જાય. (2) મોહગર્ભિત વૈરાગ્ય - કોઈના સ્નેહના કારણે દીક્ષા લઈ લે અથવા મિથ્યા શાસ્ત્રથી પ્રેરાઈ સંન્યાસાદિ ગ્રહણ કરે. (3) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય - પુણ્યના ઉદયથી મળેલ અનુકૂળતારૂપ સુખ પર વૈરાગ્ય આવે. સુખમાં ભય પામે. વિચારે કે મારું શું થશે? આ અનુકૂળતા જ્ઞાનસાર-૩ // 77