________________ શાસ્ત્રયોગ:- શ્રધ્ધાળુ અને પ્રમાદ રહિતનો શાસ્ત્રના સૂક્ષ્મબોધથી શાસ્ત્ર મુજબ અખંડ- અતિચારાદિથી રહિત યથાશકિત ધર્મવ્યાપાર શાસ્ત્રયોગ છે. સામર્થ્યયોગ :- જેના ઉપાયો શાસ્ત્રમાં સામાન્યથી બતાવ્યા છે, પણ વિશેષથી બતાવ્યા નથી. છતાં સાધકની શકિતની પ્રબળતાથી થતો વિશિષ્ટ (શાસ્ત્રમાં વિશેષરૂપે નહીં કહેલો) ધર્મવ્યાપાર સામર્થ્યયોગ છે. પહેલા જ્ઞાનોપયોગમાં આવીને સમ્યગુદર્શનમાં આવવાનું અને પછી સમ્યક ચારિત્રમાં આવવાનું છે. કોઈપણ યોગમાં પહેલા ઉપયોગ શુધ્ધિ પર ધ્યાન આપવાનું છે. ઉપયોગ શુધ્ધિ એટલેજ જ્ઞાનશુધ્ધિ.જે જ્ઞાન દ્વારા પોતાના આત્માનું જ્ઞાન અને ભાન થાય તો તે જ્ઞાન નિર્મળ છે. જ્યારે મોહથી વાસિત બનેલું જ્ઞાન આત્માને પરની સાથે જોડી તેમાં આદરભાવ ઊભો કરાવે છે તે જ મિથ્યાત્વ. સમાધિ કોને કહેવાય? શ્રાવકને ધનની જરૂર પડે તો તે રાખે પણ ખરો પણ તેમાં તેને આદરપરિણામ ન હોય. સ્થાવરકાયના પર્યાય પર (હીરા-સોનું–રત્નો વિ.) તેને બહુમાન ન થાય. જડ પર બહુમાન ન થવું અને જીવ પર આદર પરિણામ ન તૂટવો એ જ સમાધિ. સર્વજ્ઞ બનવું એ સુલભ છે પણ સર્વજ્ઞ બનવાની રુચિ પ્રગટ થવી એ દુર્લભમાંદુર્લભ છે. આખા દિવસમાં સર્વજ્ઞ બનવાનો મનોરથ કેટલીવાર થાય? આપણી નજીકમાં નજીક પોતાનો આત્મા છે. પણ મોહના પરવશપણાને કારણે આપણને પરનું જ બધું દેખાય છે અને તેથી જ નિકટ રહેલો સ્વનો જ આત્મા દેખાતો નથી. પોતાના દર્શન માટે જ જિનદર્શનનો વ્યવહાર મૂક્યો છે. આપણને આપણી પૂર્ણતાનો ખ્યાલ નથી તેથી તે બહાર પૂર્ણતા શોધવા જઈએ છીએ. જે વસ્તુ સદા સાથે રહી શકવાની નથી તેને જેમ જેમ છોડતા જઈએ તેમ તેમ પૂર્ણતા પ્રગટ થતી જાય. જ્ઞાનસાર-૩ || 75