________________ પરમાત્મા ભોગાવલી કર્મ ખપી ગયા પછી ઘાતકર્મોને ખપાવવા દિીક્ષાધર્મ અંગીકાર કરે છે. જ્ઞાનીઓની બધી પ્રવૃત્તિઓ એકાંતે લાભદાયક હોય છે. શાસન સ્વપ્રધાન છે. પોતાના આત્મા માટે જ બધું કરવાનું છે. રાગદ્વેષને જીતે તેજિન.જિનાજ્ઞા બરોબર પાળી હોય તો રાગદ્વેષ મંદ થયા વિના ન રહે.જિનાજ્ઞા બરાબર સમજાય તો મોહરાજા ક્યાંય ફાવે નહીં. પરના આલંબન દ્વારા આત્મામાં જે ગુણો પ્રગટ થાય તે અતાત્ત્વિક છે. અરિહંત પરમાત્માની વાણી દ્વારા પોતાના સ્વરૂપનું જ્ઞાન-રુચિ થાય પણ તે પર દ્રવ્યથી થાય છે. પોતાના આત્મા સિવાયના બીજા આલંબનોમાં વિકલ્પરૂપ સાધના હોવાથી તે ક્ષાયિકરૂપેનબને પરંતુ આલંબન લઈઅભ્યાસ દ્વારા સ્વમાં પરિણમે પછી પરની જરૂર જ ન પડે ત્યારે તે ક્ષાયિકરૂપે બને. ક્ષાયિકમાં પર આલંબન છૂટી જતા માત્ર સ્વનું જ આલંબન રહેશે, પોતાના આલંબન દ્વારા જ તે પ્રબળ બનતાનિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય છે. સ્વસ્વભાવ પ્રમાણે તર્ગત બની જતાં રત્નત્રયી અભેદરૂપે આત્મામાં પરિણમી જાય છે. તે સાધના દ્વારા વારંવારના અભ્યાસથી આત્મામાં સહજરૂપે સામર્થ્યયોગરૂપે પરિણમી જાય છે. એક પણ અનુષ્ઠાન વચન યોગના ઉપયોગ વિનાનું ન હોય. વચન યોગનો ઉપયોગ જીવને સામર્થ્ય યોગની દિશામાં લઈ જાય. વચન યોગની સાધના જીવને અસંગ અનુષ્ઠાન તરફ લઈ જાય છે. વ્યવહાર અને નિશ્ચયયોગના ઉપયોગમાં હોઈએ તો આપણે જિનમાર્ગમાંછીએ. પરમાત્માના વચનને સ્વીકારવામાં ન આવે તો શાસ્ત્રયોગ આપણામાંન ઘટે. અપુનબંધક અને સમ્યગૃષ્ટિ જીવ માટે ઇચ્છાયોગ પ્રબળ તેમ જ પમા–છઠ્ઠા ગુણઠાણે રહેલાને ઇચ્છાયોગ અને શાસ્ત્રયોગ મુખ્ય છે. તે માટે પ્રથમ તો આપણે આસ્તિકયના પાયા પર હોવા જોઈએ. ઇચ્છાયોગ :- આગમના બોધવાળા જ્ઞાનીનો પૂર્ણ ધર્મ કરવાની ઇચ્છાવાળા હોવા છતાં સાધનની ખામી કે પ્રમાદના યોગે - અપૂર્ણ = અતિચારાદિખામીવાળો ધર્મવ્યાપાર ઇચ્છાયોગ છે. જ્ઞાનસાર-૩ // 74