________________ સ્વરૂપ અને સ્વભાવથી પૂર્ણતા પામવી તે મોક્ષ. કર્મના ઉદયથી સ્વભાવને દબાવનારી વિરૂપ અવસ્થા ઊભી થઈ છે તેનો ત્યાગ કરવાનો છે પણ સંપૂર્ણપણે તેનો ત્યાગ થઈ શકતો નથી. કારણકે તે અઘાતિના ઉદયજન્ય છે. અઘાતિકર્મો એક સાથે નાશ પામે છે. અઘાતિનો ઉદય છેક સુધી આત્મા સાથે રહેવાનો છે. 4 અનુષ્ઠાનમાં અસંગ અનુષ્ઠાન સાધ્ય છે. તે સાધ્યને સિધ્ધ કરવા માટે વચન અનુષ્ઠાનની દોર પોતાના હાથમાં રાખવાની છે. . વ્હા-૭મા ગુણઠાણે વચન અનુષ્ઠાનની પ્રધાનતા આવે. સર્વજ્ઞના વચનનો ઉપયોગ વ્યવહારથી આલંબનરૂપ બને અને નિશ્ચયથી આત્મા પોતે જ સર્વજ્ઞ છે તેથી સ્વાત્માના આલંબન દ્વારા જ પોતે પોતાનામાં સ્થિર થવાનું છે. શુધ્ધ આત્માના અવલંબને રાગ-દ્વેષ રહિત અવસ્થા પ્રગટ થાય છે. અરિહંતનું આલંબન પણ પર અનુયાયી છે. જ્યાં સુધી સ્વાત્મા પૂર્ણ સમર્થન બને ત્યાં સુધી આ આલંબન આત્મા માટે જરૂરી છે. વચન અનુષ્ઠાન અસંગ અનુષ્ઠાનનું રણ બનવું જોઈએ. અપુનબંધક દશાવાળાને તે અસંગ અનુષ્ઠાનનું પરંપરાએ કારણ બનતું હોવાથી તે પ્રધાન દ્રવ્ય છે. જ્યારે અભવ્યનો જીવ અસંગપણાને પામી ન શકતો હોવાથી તે અપ્રધાન દ્રવ્ય છે. પોતે નિઃસંગ છે એવું પોતાને ભાન આવે તો આત્મા નિઃસંગ થવા ઉત્સાહિત થાય. કાદવમાં પડેલા મનુષ્યને જલદીથી બહાર નીકળવાનો ભાવ હોયને? એવી રીતે ચોથા ગુણઠાણાવાળાને જલદી અસંગી બનવાનો ભવમાંથી છૂટવાનોભાવ હોય.જેટલા અંશે અલિપ્તદશા મેળવે તેટલા અંશે આનંદ વધે. હમણાં આત્મા કાયાથી ભિન્ન થવાનો નથી. આયુષ્ય કર્મના કારણે કાયામાં રહ્યાં છીએ. આયુષ્ય કર્મ છે ત્યાં સુધી નામ-ગોત્ર–વેદનીય રહેશે. અત્યારે હું કાયામાં બંધાયેલો છું પણ હવે બંધાવું નથી એ લક્ષ્ય રહેવું જોઈએ. જ્ઞાનસાર-૩ || 76